(એજન્સી) મુંબઈ, તા.૩
બોલીવુડ એક માત્ર ‘લેડી સુપરસ્ટાર’ શ્રીદેવીના નિધનના આશરે એક સપ્તાહ બાદ તેમની દીકરી જાહન્વી કપૂરે પોતાની માતા માટે એક ભાવુક પત્ર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ પત્રમાં જાહન્વીએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી અને પોતાની બહેન ખુશી, પાપા બોની કપૂરને લઈને પણ ઘણી ભાવુક વાતો જણાવી છે. આટલું જ નહીં માતા માટે દીકરીનો પ્રેમ અને તેમના વિના હવે કેવું લાગશે. એ બધી વાતો પોતાના મેસેજ દ્વારા જાહન્વીએ જણાવી છે. જાહન્વીએ પત્રની શરૂઆતમાં જ લખ્યું છે કે, મારા હૃદયમાં દર્દનાક ખાલીપણું પ્રસરી ગયું છે અને હું જાણું છું કે, મારે આની સાથે જીવવાનું શીખવું પડશે. આટલા બધા ખાલીપણા છતાં પણ તમારો પ્રેમ હજી પણ મહેસૂસ કરું છું. જાહન્વીએ પોતાની માતા માટે આગળ લખ્યું કે, હું મહેસૂસ કરું છું કે તમે મને દુઃખ અને દર્દથી બચાવી રહ્યા છો. દરેક વખત જ્યારે મારી આંખો બંધ કરું છું. મને માત્ર સારી વસ્તુ યાદ આવે છે. મને ખબર છે તમે પણ એવું જ કરી રહ્યા છો. તમે પરમાત્માના વરદાનની જેમ અમારા જીવનમાં સામેલ હતા અને અમે હમણા સુધી ખૂબ જ ખુશ હતા. જ્યાં સુધી તમે અમારા જીવનમાં રહ્યા. પણ તમે આ દુનિયા માટે ન હતા. તમે ખૂબ જ સારા, સાફ મનના અને ખૂબ જ પ્રેમ આપનારા હતા. જેથી ઉપરવાળાએ તમને પાછા બોલાવી લીધા. શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી જાહન્વી કપૂરે આગળ લખ્યું કે, મારા મિત્ર હંમેશા કહેતા હતા કે હું હંમેશા ખુશ રહુ છું અને મને માલૂમ પડ્યું કે આ માત્ર તમારા લીધે જ હતું. કોઈને કંઈપણ કહેવું મારા માટે માન્ય નથી રાખતું હતું. કોઈપણ સમસ્યા મોટી ન હતી અને કોઈ દિવસ ઉદાસીનભર્યો ન હતો અને મને કોઈ ઉપર ભરોસો કરવાની જરૂર ન હતી કારણ કે માત્ર તમે હતા. જેની મને જરૂર હતી. તમે મારી આત્માનો ભાગ હતી. મારી સૌથી સારી મિત્ર. તમને કંઈક આપવા માંગતી હતી. મમ્મી હું તમને કંઈક આપવા માંગતી હતી અને હું હંમેશા ગર્વ મહેસૂસ કરાવવા ઈચ્છતી હતી. દરેક સવાર હું એક આશાની સાથે દિવસની શરૂઆત કરતી હતી કે એક દિવસ તમે મારા પર ગર્વ અનુભવશો. મેં અને ખુશીએ પોતાની માતા ગુમાવી છે પણ પાપાએ પોતાની ‘જાન’ ગુમાવી છે. પત્રની સાથે જાહન્વીએ એ પણ કહ્યું કે હું જન્મદિવસના અવસરે માત્ર એક જ વસ્તુ પૂછવા માંગું છું કે, તમે તમારા માતા-પિતાથી પ્રેમ કરો છો તમે એમને ખુશ રાખો. તેમના પ્રતિ પ્રેમ વ્યક્ત કરો. હું માતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. તમે લોકો માતાના પ્રતિ જે પ્યાર અને સ્પોર્ટ દેખાડ્યો તેને એવી રીતે જ બનાવી રાખ્યો.