(એજન્સી) તા.૭
તેલંગાણા સરકારે ૨૩, જૂને રેવોલ્યુશનરી રાઇટર્સ એસોસિએશન (વીરસમ) સહિત ૧૬ સંગઠનો પર પોતાનો પ્રતિબંધ હટાવી લીધો છે.ખ ૩૦, માર્ચે આ સંગઠનો પર પ્રતિબંધ લાગવવાનો એક આદેશ કરવામાં આવ્યો હતો. આ તમામ સંગઠનો પ્રતિબંધિત સીપીઆઇ-માઓવાદીના અગ્રીમ હરોળના એકમો છે એવા દાવા પર આધાર રાખીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સંગઠનો માઓવાદીની રણનીતિ-રાજ્યની વિરુદ્ધ યુદ્ધ છેડવામાં લાગેલા છે એવો દાવો કરાયો હતો. હવે તેલંગાણા ગેઝેટમાં રાજ્ય સરકાર દ્વારા ૨૩, જૂને મુખ્ય સચિવ સોમેશ કુમાર દ્વારા ઇસ્યૂ કરાયેલ એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે ૧૬ સંગઠનો પર પ્રતિબંધ મૂકતો આદેશ રદ કરવામાં આવ્યો છે. જે ૧૬ પ્રતિબંધિત સંગઠનોને અગાઉ ગેરકાયદે જાહેર કરવામાં આવ્યાં હતાં તેમાં તેલંગાણા પ્રજા ફ્રંટ, તેલંગાણા અસંગથિથા કર્મીકા સાંખ્ય, તેલંગાણા વિદ્યાર્થી વેદીકા, ડેમોક્રેટીક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન, તેલંગાણા વિદ્યાર્થી સંગમ, આદિવાસી સ્ટુડન્ટ યુનિયન, કમિટી ફોરરિલીઝ ઓફ પોલિટીકલ પ્રિઝનર્સ, તેલંગાણા રાઇથંગા સમિતિ, તુરુમડેબા, પ્રજાકલા મંડલી, તેલંગાણા ડેમોક્રેટીક ફ્રંટ, ફોરમ અગેન્સ્ટ હિંદુ ફાસીઝમ ઓફેન્સીવ, સિવિલ લીબર્ટી કમિટી, અમરુલ્લા બંધુ મિત્રુલા સંઘમ, ચૈતન્ય મહિલા સંઘમ અને ધ રેવોલ્યુશનરી રાઇટર્સ એસોસિએશનનો સમાવેશ થાય છે. આ સંગઠનો પર પ્રતિબંધ મૂકવાથી અનેક સવાલો ઊભા થયાં હતાં. રાજ્ય સરકારે પોતાના માર્ચના આદેશમાં એવો આક્ષેપ કર્યો હતો કે ગેરકાનૂની સંગઠનો શહેરી વિસ્તારોમાં ગેરીલા રણનીતિ અપનાવી રહ્યાં છે. આ ઉપરાંત ૧૬ સમૂહોના સભ્યો એક બીજાને આકર્ષિત કરે છે અને ભડકાઉ નિવેદનો, રેલીઓ અને બેઠકોના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારો વિરુદ્ધ મુદ્દા ઉઠાવવા માટે ભરતી કરી રહ્યાં છે. જો કે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કોઇ વ્યક્તિને અપરાધી માનવા માટે કોઇ પ્રતિબંધિત સંગઠનનું સભ્યપદ માત્ર પૂરતું નથી. અમારા મતે કલમ-૩(૫)ને શાબ્દિક રીતે વાંચી શકાય નહીં, અન્યથા બંધારણના અનુચ્છેદ ૧૯૯ (વાણી સ્વાતંત્ર) અને ૨૧ (સ્વતંત્રતા)નું ઉલ્લંઘન કરે છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે તમામ ૧૬ પ્રતિબંધિત સંગઠન પ્રતિબંધિત સીપીઆઇ માઓવાદીના ઇશારે કામ કરી રહ્યાં છે કે જેના સભ્યો નક્સલી તરીકે ઓળખાય છે.