છાપી, તા.ર૪
પાલનપુર-અમદાવાદ હાઈ-વે ઉપર છાપી નજીક આજે બપોરે સિદ્ધપુર તરફથી આવતી મીની ટ્રકનું ટાયર ફાટતાં તેલના ડબ્બા ભરેલો ટેમ્પો ઉથલી પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામના છાપી હાઈવે ઉપર એકતા હોટલની સામે વિસનગરથી તેલના ડબ્બા ભરી પાલનપુર જતી મીની ટ્રકનું પાછળનું ટાયર ફાટતાં ટ્રક ઉથલી પડતાં ટ્રકમાં ભરેલા તેલના ડબ્બા રોડ ઉપર વેરાયા હતા. રોડ ઉપર ડબ્બા વેરાતા તમામ ડબ્બા લીકેજ થતાં હાઈવે ઉપર તેલની નદી વહી હતી. જો કે આ અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને રોડ ઉપર રેલાયેલ તેલની લૂંટ કરી હતી. અકસ્માતની જાણ થતાં છાપી પી.એસ.આઈ. એમ.એમ. દેસાઈ ઘટના સ્થળે પહોંચી સિદ્ધપુરથી પાલનપુર તરફના ટ્રાફિક જામને બહાલ કર્યો હતો.