(એજન્સી) રિયાધ,તા.૧૪
સઉદી અરેબિયા ૨૦૨૦ના વર્ષમાં કોવિડ-૧૯ મહામારીના લીધે તેલની કિંમતો ઘટવાથી ૧૦૦ બિલિયન રિયાલ (૨૭ બિલિયન અમેરિકી ડોલર)નું નુકસાન કરશે, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સરકાર દ્વારા ચલાવતી સઉદી પ્રેસ એજન્સીને જણાવ્યુ હતું.
સરકારની આ વર્ષે મહેસૂલી આવક ૮૩૩ બિલિયન રિયાલ (૨૩૩ બિલિયન ડોલર) અપેક્ષિત છે જેમાંથી ૫૧૩ બિલિયન રિયાલ તેલના વેચાણથી થાય છે. અમે નાગરિકોના પગારો, મોટા ભાગના ભથ્થાઓ અને બોનસો જાળવી શકીશું. એ સાથે અમે ૧૩૭ બિલિયન રિયાલ મૂડી ખર્ચ માટે પણ ફાળવીશું અને કોરિડના લીધે સ્વાસ્થ્ય સગવડો માટે ૧૮૮ બિલિયન રિયાલ ખર્ચ કરીશું, એમ પ્રિન્સે કહ્યું હતું. ઓપેક દ્વારા જારી કરાયેલ એક અહેવાલ મુજબ વિશ્વની ૧૨ ટોચની તેલ કંપનીઓએ ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકમાં ૨૦ બિલિયન ડોલરની ચોખ્ખી ખોટ નોંધાવી છે. કોવિડ-૧૯ના ફેલાવાના લીધે તેલનું પરિવહન લગભગ બંધ જ રહ્યું હતું, તેલની ખપતમાં ભારે ઘટાડો થતાં ભાવો પણ નોંધપાત્ર રીતે ઘટી ગયા હતા. જે ૧૯૯૯ પછીના સૌથી વધુ નીચા ભાવો હતા.