(એજન્સી) તા.પ
રોઈટર્સના અહેવાલ અનુસાર, ગુરૂવારે તેલ અવિવના મઊુલમાં મોકલવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી શકે છે. મુખ્ય ચોકમાં એક ડ્રોને કેનાબીઝ જેવા દેખાતા માદક પદાર્થના પેકેટો હવામાંથી નીચે ફેંકયા હતા. ઈઝરાયેલમાં આ ડ્‌્રગને કાયદેસર બનાવવાની માંગ કરનારા કાર્યકરોએ સોશિયલ મીડિયા પર હવામાંથી નીંદણ આપવાનું વચન આપ્યા બાદ આ ઘટના બની હતી. પોલીસે કહ્યું કે તેઓએ બે પુરૂષોની ધરપકડ કરી છે. જેમણે કવાડકોપટરને રેબિન સ્કવેર ઉપર ઉડાવ્યું હતું. આ જગ્યા ઘણીવાર શેરી વિરોધ પ્રદર્શનો અને રાજકીય રેલીઓ કાઢવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રીન ડ્રોન કાયદાકીય તરફીકરણ સમુહે તેની ટેલિગ્રામ વેબ મેસેજિંગ ચેનલમાં કહ્યું કે, સમય આવી ગયો છે શું આ એક પક્ષી છે ? શું એક વિમાન છે ? ના, આ એક લીલું ડ્રોમ છે જે તમને આકાશમાંથી મફત કેનાબીઝ મોકલી રહ્યું છે. એક નિવેદનમાં પોલીસે કહ્યું કે તેમને શંકા થઈ હતી કે આ બેગ થેલાઓમાં જોખમી માદક દ્રવ્યો હતા અને પોલીસ અધિકારીઓએ એવા ડઝનો પેકેટો કબજે કર્યા હતા. પોલીસ દ્વારા વિતરણ કરાયેલા ફોટામાં અંદરથી કેનાબીજ જેવું દેખાતું માદ્રક પદાર્થ હતું. મારીવ સમાચાર વેબસાઈટે પેકેટો ફેંકતા ડ્રોનના ફોટો લીધા હતા અને કહ્યું હતું કે ત્યાંથી પસાર થનાર લોકોએ પોલીસના આગમન અગાઉ કેટલાક પેકેટો ઉપાડી લીધા હતા. વીડિયો ફુટેજમાં, વ્યસ્ત ટ્રાફિકમાં ચાલી રહેલા લોકો રોડ ઉપર પડેલા માદ્રક પદાર્થના પેકેટસ ઉપાડતા દેખાય છે. તાજેતરમાં કેનાબીજના તબીબી ઉપયોગને ઈઝરાયેલમાં મંજૂરી અપાઈ છે જયારે તેનો મનોરંજનક ઉપયોગ ગેરકાયદેસર છે પણ મોટપાયે ગુનાહિત કૃત્યમાં ગણાતું નથી. મે મહિનામાં ઈઝરાયેલે તબીબી કેનાબીજના નિકાસ માટે મંજૂરી આપી હતી. જેના કારણે વિદેશમાં તેના વેચાણનો માર્ગ મોકળો કર્યો હતો. આ વેચાણ દ્વારા સરકારને કરોડો ડોલરની આવક થવાની અપેક્ષા છે.