(સંવાદદાતા દ્વારા)
બોડેલી,તા.૧૪
કપાસ પર લગાવવામાં આવેલ આરસીએમને લઈ બોડેલી સહિત સમગ્ર ગુજરાતની કપાસ જીનના માલિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જયારે એક બે દિવસમાં આ અંગે જીવના માલિકો સરકાર સાથે વાટાઘાટો કરવાના છે. આ અંગે જો કોઈ નિકાલના આવે તો સમગ્ર ગુજરાતના જીનમાલિકો કપાસ ખરીદી બંધ કરશે. જેમાં બોડેલી પંથકની જીનોપરા જોડાશે.
સરકાર દ્વારા લાગુ કરેલ જીએસટીને લઈને વેપારી વર્ગમાં નારજગી જોવા મળી રહી છે. સરકાર પણ પોતાની ભૂલ સુધારીને ટોચના લેવલ અને નિયમો ફેરફાર કરી રહી છે. જેમાં જીએસટી.ના દાયરામાં આવતું રીવર્સ ચાર્જ મેકેનિઝમમાં પ ટકા ટેક્ષમાં કપાસનો સમાવેશ કરાયો છે. અગાઉ આરસીએમ કપાસ પરથી હરાવી દેતા કપાસ પર કોઈ ટેક્ષ ન હતો. પરંતુ સરકાર દ્વારા છેલ્લા સુધારા વધારામાં કપાસને પાંચ ટકા આરસીએમમાં સમાવેશ કરાયો છે. જેમાં કપાસ જીનના માલિકોએ ખેડૂત પાસેથી જે કપાસ ખરીદી કરે છે તે પેટે પ ટકા સરકારમાં ભરવાનો રહે છે જેને લઈ જીનમાલિકોનો લાખો રૂપિયા સરકાર પાસે રોકાયેલા રહે છે. આ ટેક્ષ ખાંસડીઓ વેચાણ પછી પાછો મળે તેમ છે જે કપાસ ખીલવામાં કચરો નીકળે તેમાં જીનસેના ટેક્ષના નાણાં જતા રહે તેમ છે. જેથી આ આરસીએમના ટેક્ષ માળખાનો જીનરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતના કપાસના જીનમાલિકોએ મીટિંગ કરી સરકારમાં રજૂઆત કરવાના છે અને જો તેમા આ અંગે હકારાત્મક નિકાલ ન આવે તો કપાસની ખરીદી બંધ કરવાની ચીમકી અપાઈ છે આ અંગે બોડેલી પંથકની જીનમાલિકો પણ મીિંટંગ કરી હતી અને તેમા એ નિર્ણય લેવાયો હતો કે ગુજરાત કપાસ જીન એસોસિએશન જે આ અંગે નિર્ણય લે તે માન્ય ગણી તે પ્રમાણે થશે અને કપાસની ખરીદી બંધ કરવાની થશે તો કપાસની ખરીદી બંધ કરાશે.