(સંવાદદાતા દ્વારા)
ડભોઇ, તા.૧૬
ડભોઇ નગર ના મહુડી ભાગોળ બહાર આવેલા સોનેશ્વર પાર્ક જોહરા પાર્ક સહિત ના વિસ્તારો માં ૩૦૦ ઉપરાંત મકાનો માં લોકો રહે છે ત્યારે આ વિસ્તાર ને વોર્ડ નંબર ૧ માં પાલીકામાં સમાવેશ કરવામાં પણ આવ્યો છે પણ છેલ્લા ઘણા વર્ષો થી આ વિસ્તાર માં નળો માં પાણી ન આવતા લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે નગર માં પીવાના પાણી પહોચાડવા માટે વિવિધ ૫ જેટલી ટાંકીઓ આવેલી છે જ્યારે નર્મદા ના પાણી નગર ના વિવિધ વિસ્તારો સુધી પહોચાડવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે પણ મહુડી ભાગોળ બહાર ના સોનેશ્વર પાર્ક જેવી બે થી ત્રણ સોસાયટીઓ માં પાણી પહોચતા ન હોય લોકો માં ભારો ભાર રોષ ની લાગણી પ્રવતી છે જ્યારે પાલીકા તંત્ર દ્વારા પીવાના અપાણીનું માત્ર એક ટાઈમ ટેન્કર મોકલવામાં આવે છે જેમાં પણ પૂરતું પાણી ન મળતા મહિલાઓ વચ્ચે પાણી લેવા પડા પડી અને ઝગડા થતાં હોય છે. પાલીકા તંત્ર વહેલી તકે સમસ્યા નું નિરાકરણ નહીં લાવે તો ચુટની બહિસ્કાર કરવા ને ચીમકી આ વિસ્તાર ના રહીશો દ્વારા ઉચ્ચારાઈ છે.