અમરેલી, તા.૮
અમરેલીના કસ્બાવાડ વિસ્તારમાં આજે સવારે ધોળા દિવસે કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું તાજુ જન્મેલ સાતેક માસના ગર્ભવાળુ શીશુ ત્યજી દીધું હતું. સવારના દસ વાગ્યા પહેલા શીશુને જન્મ આપનાર માતાએ પોતાના બાળકનો જન્મ છુપાવવા ત્યજી દેતા આ મૃત બાળકની આજુબાજુના લોકોને ખબર પડતા શીશુને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી.
ત્યજી દીધેલ મૃત શીશુ અધુરા માસે જન્મેલ હોવાનું જાણવા મળેલ હતું. નવાઈની વાત તો એ છે કે, આ વિસ્તારમાં વહેલી સવારથી જ લોકોની ચહલ-પહલ શરૂ થઈ જાય છે તેમ છતા આ બાબતે કોઈને ખબર ના પડી. આ શીશુની જાણ સવારના દસ વાગ્યા પહેલા લોકોને થવા પામી હતી. બનાવ અંગે સાહીલ શબ્બીરભાઈ ખુબગીએ સિટી પોલીસમાં જાહેર કરતા પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.