બોડેલી, તા.૧૧
બોડેલી જળાશય યોજના વિભાગ-રમાં ર૦૧ર-૧૩માં ત્રણ ચેકડેમ બનાયા વગર બારોબાર ૧૦,પ૭,૮ર૯/- રૂપિયા ઉપાડી કૌભાંડ આચરતા ત્રણ પોલીસ ફરિયાદમાં ૮ જણ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં ચાર આરોપીઓની છોટાઉદેપુર જિલ્લા એસીબીની ટીમે અટક કરી છે.
સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સુખી જળાશય યોજના વિભાગ-રમાં ર૦૧ર-૧૩માં ચેક ડેમ બનાવવા ફાળવેલ ગ્રાન્ટમાં ત્રણ ગામ કંદેવાર, સોઢવર, નળવાંટ ગામે ચેકડેમ બનાયા વગર બારોબાર અધિકારી અને કોન્ટ્રાક્ટરે મીલીભગત કરી ખોટા દસ્તાવેજો બોગસ કાગળો ઊભા કરી અધિકારી અને કોન્ટ્રાક્ટર સરકારી ગ્રાન્ટના ચેકડેમના ૧૦,પ૭,૮ર૯/- રૂપિયા ઉપાડી લેતા છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ ત્રણ ફરિયાદ દાખલ કરી ૮ ઈસમો (૧) એ.ડી. રાઠોડ કાર્યપાલક ઈજનેર એન્જિનિયર હાલમાં સિંચાઈ પેટા વિભાગ ૧૦ બોડેલી (ર) એમ.એન. શાહ નાયબ કાર્યપાલક ઈજનેર (નિવૃત્ત) (૩) પી.આર. જોશી અધિક મદદનીશ ઈજનેર (નિવૃત્ત) (૪) એસ.કે. બારિયા હેડ કલાર્ક (નિવૃત્ત) વર્ગ-૩ (પ) ધર્મરાજ ઉર્ફે પિકો મગનલાલ બારિયા, ચેકડેમ કોન્ટ્રાક્ટર (૬) ગોપાલ ઉર્ફે કાલુ ભાવસિંગ રાઠવા, ટ્રેક્ટર ડ્રાઈવર (૭) જગનભાઈ છીપાભાઈ રાઠવા, પ્રાયોજક (૮) નવનીતભાઈ રઘુનાથ પટેલ, પ્રજાજન વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે અને જેમાં એ.ડી. રાઠોડ, ધર્મરાજ અને જગનભાઈ છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી.એ અટક કરી હતી એલસીબીના સપાટાથી યોજનાઓની ઓફિસોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ઓ તો ખાલી એક જ વર્ષના ચેકડેમોની માહિતી બહાર કાઢવામાં આવી છે જો તપાસ હાથ ધરવામાં આવે તો હજુ આગળ પાછળના વર્ષોમાં ઘણા બધા કૌભાંડો બહાર આવે તેમ છે તેવું લોકો કહી રહ્યા છે.
ત્રણ ચેકડેમ બનાવ્યા વિના ૧૦ લાખથી વધુની રકમ ઉપાડવાના કૌભાંડમાં ચાર આરોપીની અટક

Recent Comments