(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
સરહદથી માત્ર ર કિ.મી.ના અંતર સ્થિત નૌશેરા સેક્ટરના લામ ગામના નિવાસી તરવિન્દરસિંહે બંને દેશોના વાયુસેનાના હવાઈ યુદ્ધને પ્રત્યક્ષ રીતે જોવાનો દાવો કર્યો છે. અહેવાલ મુજબ તરવિન્દરસિંહ સીમા નજીકના લામ ગામમાં રહે છે જે સરહદથી માત્ર બે કિ.મી. દૂર નૌશેરા સેક્ટરમાં છે. તરવિન્દરે એવો દાવો કર્યો છે કે ઘરના ધાબા પરથી તેમણે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોના ફાઈટર જેટસના ટકરાવને પ્રત્યક્ષ રીતે જોયો છે. સિંહે જણાવ્યું કે ફાઈટર જેટસનો અવાજ સાંભળીને તેઓ ઘરના ધાબા પર જોવા ગયા હતા. શરઆતમાં આ ભારતના વિમાન હોવાનું લાગ્યું પરંતુ થોડીક જ મિનિટમાં એ પાકિસ્તાની લડાકુ વિમાન છે એ સમજાઈ ગયું. થોડી મિનિટો બાદ એક પ્લેન ગામથી કેટલાક કિ.મી. દૂર નીચે તરફ જતું જોવા મળ્યું. તેમણે કહ્યું કે પ્લેન આવ્યા ત્યારે લાગ્યું કે તે આપણા છે પરંતુ બે લડાકુ વિમાન એક દિશામાંથી આવ્યા અને બે અન્ય દિશામાંથી બીજા બે વિમાન ત્રીજી દિશામાંથી આવ્યા. ત્યારબાદ ત્રણેય દિશામાંથી આવેલા છ વિમાનોએ બોમ્બમારો કર્યો હતો. તરવિન્દરે કહ્યું, આના પછી તરત જ ભારતીય ફાઈટર જેટ પહોંચ્યા ત્યારે ખબર પડી ત્રણ જુદી-જુદી દિશામાંથી આવેલ વિમાનો પાકિસ્તાનના હતા. ભારતીય ફાઈટર જેટે એમનો પીછો કર્યો. તરવિન્દર મુજબ આ સમગ્ર ઘટના ફક્ત થોડાક જ સમય સુધી ચાલુ રહી. એમણે કહ્યું કે જાનગઢ તરફ એક પ્લેનમાં આગ લાગી જે અહીંથી ફક્ત પાંચ કિ.મી. દૂર છે. એ પ્લેન ત્યાં ક્રેશ થઈ ગયું. તરવિન્દરે કહ્યું સીમા નજીક એક પ્લેનને નિશાન બનાવવામાં આવ્યું પરંતુ આ પ્લેન એલઓસીથી ભારતની અંદર કે પાકિસ્તાન તરફ પડ્યું એ સમજાયું નહીં. તરવિન્દરે કહ્યું કે એમણે ઘટનાસ્થળ પર જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આર્મીએ તેમને પાછા મોકલી દીધા.
ત્રણ દિશામાંથી આવેલ ૬ પાકિસ્તાની વિમાનોએ બોમ્બમારો કર્યો : પ્રત્યક્ષદર્શીએ કહ્યું

Recent Comments