મોડાસા, તા.૧પ
અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલે ચાર્જ સંભાળતા ની સાથે જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો ગંજીફો ચિપાવાનું ચાલુ કર્યું છે. હજુ પણ યથાવત રહ્યું છે વધુ એકવાર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા ૩ પી.આઈ. અને ૨ પીએસઆઈની સાગમેટે બદલી કરતા જિલ્લા પોલીસતંત્રમાં વધુ એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ગતરોજ જિલ્લા એસપી મયુર પાટીલે ત્રણ પીઆઇ અને બે પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી જેમાં ૧) એલસીબી પીઆઇ મનીષ વસાવાની જિલ્લા ટ્રાફિક પીઆઈ અને સીપીઆઈ મોડાસાનો વધારાનો ચાર્જ, ૨)પીઆઈ આર.કે.પરમારને લીવ રિઝર્વમાંથી જિલ્લા એલસીબી, ૩)મોડાસા મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. એફ.એલ.રાઠોડને સીપીઆઈ મોડાસાના ચાર્જમાંથી હટાવી આંબલીયારા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપવા આવ્યો છે. ૨ પીએસઆઈની પણ અરસ-પરસ બદલી કરવામાં આવી છે. ૧) આંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર.પટેલ જિલ્લા એલ.આઈ.બી. શાખામાં અને ૨) એસ.ઓ.જી. પીએસઆઈ એ.એમ.દેસાઈની બદલી શામળાજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.