(સંવાદદાતા દ્વારા)
વેરાવળ, તા.૧૮
વેરાવળમાં કોરોના પોઝિટિવ આવેલા બે તબીબ અને એક કંમ્પાઉન્ડરના કોન્ટેકટમાં આવેલા લોકોની માહિતી મેળવવા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ઘરેલ જેમાં પોઝિટિવ આવેલા બંને તબીબ અને કમ્પાઉન્ડરના કોન્ટેકટમાં ૪પ૦થી વઘુ લોકો આવેલા હોવાનો ચોકાવનારી વિગત સામે આવેલ છે. આ વિગતોના આઘારે આરોગ્ય વિભાગે ૪પ૦ લોકોનો કોન્ટેકટ કરવાનું શરૂ કરી તમામને હોમ ક્વોરન્ટાઇન રહેવા સુચના આપવાની કામગીરી શરૂ કરી છે. આ ૪પ૦ લોકોના આરોગ્યની આગામી ૧૪ દિવસ સુઘી સતત તપાસ કરવામાં આવશે અને આ સાથે વહીવટી તંત્રના વડા કલેકટર અજયપ્રકાશએ કન્ટેટમેન્ટ અને બફર ઝોન જાહેર કરવા મળેલ તેમને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ કરેલ છે. જેમાં આઇ.જી.મેમોરીયલ હોસ્પિટલનું બિલ્ડીંગ, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં આવેલ શ્રીરામ સોસાયટી, શિવમ મંડપ તથા પ્રિન્સમોટર સ્કુલ થી ડો.ધનશાણી તથા ભીખાલાલ સોનીના મકાનનો વિસ્તાર, ડાભોર રોડ ઉપર આવેલ શ્રીપાલ સોસાયટીમાં અશોક કનોજીયા તથા રસીક ભગવાન સાગાંણીના મકાનથી ઉત્તરે ડો.સીમા તન્ના તથા અનીલ દેવમુરારીના મકાન વચ્ચેના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં અંદર કે બહારથી અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવાનો સમયસવારના સાતથી સાંજના સાત સુધીનો રહેશે. આ હુકમ તાત્કાલીક અસરથી તા.૩૦-૬-૨૦૨૦ સુધી અમલમાં રહેશે.