કોરોનાના કહેરને લીધે લદાયેલા લોકડાઉનને કારણે અમદાવાદના મધ્યમાં આવેલું ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ છેલ્લા ત્રણેક મહિનાથી બંધ હોવાથી સૂમસામ ભાસતું હતું પરંતુ અનલોક-ર બાદ ગીતામંદિર એસટી બસ શરૂ કરાતા મુસાફરોની અવરજવર ફરી ધમધમતું થયું છે. જો કે હાલ સૌરાષ્ટ્ર સિવાયના તમામ રૂટની બસ ગીતામંદિરથી મળશે જ્યારે અમદાવાદથી સુરત જતી બસો પણ હાલ ચાલુ કરાશે નહીં, જો કે ગીતામંદિર બસ સ્ટેન્ડ શરૂ થતા આસપાસના ધંધાર્થીઓમાં પણ હવે ધંધા રોજગાર શરૂ થવાની આશા જાગી છે