અમરેલી, તા.૩૦
અમરેલી નગરપાલિકા દ્વારા એક જ સ્થળે ત્રણ યોજનાના જુદા જુદા પ્રકારના ખર્ચ કરી કૌભાંડ આચરતા આરટીઆઈ કાર્યકર નાથાલાલ સુખડીયાએ કલેકટરને અરજી આપી તપાસની માંગ કરેલ છે.
અમરેલીના સામાજિક કાર્યકર અને આરટીઆઈ કાર્યકર નાથાલાલ સુખડીયા દ્વારા અમરેલી નગરપાલિકાની વિવિધ ગ્રાન્ટોના કામની માહિતી માંગતા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ : ર૦૧૪-૧પ ેંડ્ઢઁ ૯ઝ્રના સાવરકુંડલા રોડ હયાત કમ્પોસ્ટની ખુલ્લી જગ્યામાં ડેવલોપ કરવા માટે અંદાજિત ૪૩,૪૬,૭૦૦ ડુડા શાખા દ્વારા મંજૂરી આપેલ.
આ માટે રાજકોટની મારૂતી સેન્ટર પ્રાઈમને કામ આપવામાં આવ્યું હતું અને આ કામની અંદર રાજ્ય સરકાર દ્વારા બાળ ક્રિડાગણ માટે સાધનો વસાવા માટે ૬,પ૪,પ૭૦ વધુ મંજૂર કરેલ અને બાદમાં અમરેલી નગરપાલિકા દ્વારા ઠરાવ કરી વધારાનું કામ રદ કરાવેલ જેથી નગરપાલિકાએ વાપરેલ ૪૩,૪૬,૭૦૦/-ની સામે આ સ્પષ્ટ જણાય છે અને જે સ્થળ માટે ગ્રાન્ટ આપવામાં આવી હતી તે સ્થળે ત્યાં માત્ર કમ્પાઉન્ડ દીવાલ બનાવેલી છે અને ત્યાં ફક્ત ગાંડા બાવળો ઊભા છે.
માત્ર હયાત પોસ્ટ જગ્યા ઉપર એક ગેટ બનાવેલ છે અને બાજુમાં તે જ જગ્યા ઉપર વે બ્રિજ છે તેના ખર્ચ માટે નગરપાલિકાએ હરેશ કન્સ્ટ્રકશનને કમ્પાઉન્ડ દીવાલ સહિતના કામ માટે ૧૯,૦પ,૧૪૪ દેના બેન્કના ચેક આપેલ છે. તેમજ ઉક્ત રકમમાંથી મારૂતી એન્ટરપ્રાઈઝને રપ,૧૩,૧૮૧ રૂપિયાનો ગાર્ડન ડેવલોપ માટે ચુકવેલ છે.