(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
સુરતના લિંબાયત ગોડાદરા આસપાસ દાદાના મંદિર પાસે સોમેશ્વર સોસાયટીમાં રહેતાં મહારાષ્ટ્રના પરિવારની ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરી નાંખવાના એક કેસમાં પોલીસે આજે ૫૦ જેટલા નાના-મોટા પુરાવાઓ સાથેનું એક લીસ્ટ કોર્ટ સમક્ષ રજૂ કરનાર હોવાનું ડીજીપી નયન સુખડવાળાએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત લિંબાયત ગોડાદરા આસપાસ દાદાના મંદિર પાસે સોમેશ્વર સોસાયટીમાં મહારાષ્ટ્રનું દલિત પરિવાર રહે છે. ગત મહિનાઓમાં આ દલિત પરિવારની ત્રણ વર્ષની બાળકીને લાલચ આપી બિહારનો વતની અને આરોપી અનિલ યાદવ નામનો ઈસમ અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારી ગળે ટૂંપો દઈ હત્યા કરી નાંખી હતી. પોલીસે ૩૭૬ તથા ૩૦૨નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ બાળકીનો મૃતદેહ મરાઠી પરિવારે જે બિલ્ડિંગમાં રહે છે. તેજ બિલ્ડિંગમાંથી મળી આવ્યો હતો અને પોલીસે આરોપી અનિલ યાદવની બિહારથી ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાંડ પણ મેળવ્યા હતા. આ રિમાંડ દરમિયાન પોલીસે સંખ્યાબંધ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા. પોલીસ દ્વારા આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી. ડીજીપી નયન સુખડવાળા દ્વારા ૫૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાના ચક્રોગતિમાન કરાયા છે. આ કેસની ટ્રાયલ ઈન કેમેરામાં ચાલશે. સગા ભાઈએ રાત્રે અશ્લીલ ક્લિપિંગ જોઈ હતી અને બહેન જ્યારે લઘુશંકા કરવા ગઈ ત્યારે તેની પાછળ જઈને અપહરણ કરી અધમ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.