દાહોદ, તા. ર
ફતેપુરા તાલુકાના સુખસરથી ત્રણેક કિ.મી. દૂર આવેલા એક ગામની પરણિતા ૬ મે ના રોજ મામાના ઘરે વાઘવડલા લગ્ન પ્રસંગમાં ગયેલ હતી. જ્યાંથી મોકો જાઈ પટીસરા ગામના રાકેશ ભલાભાઈ ગરાસીયાએ બે સંતાનોની માતા એવી પરણિતાને બળજબરી અપહરણ કરી જઈ યુવક તેના સંબંધીના ઘરે માધવા ગામે લઈ ગયો હતો. જ્યાં બે દિવસ ગોંધી રાખી પરણિતાની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારી ત્યાંથી યુવતીને રાકેશ ગરાસીયા લખણપુર ગામે તેના સંબધીને ત્યાં લઈ જઈ એક મકાનમાં સતત ૧પ દિવસ સુધી ગોંધી રાખી પરણિતાની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારી ધમકી આપી જણાવતો હોય કે તુ અહીંયાંથી ભાગવાની કોશીશ કરીશ તો તારા પગ કાપી નાખીશ અને તારા ઘરના લોકોને પણ મારી નાંખીશ અને ફરિયાદ આપીશ તો જીવવાનું ભારે પડશેની ધમકીઓ આપી સત્તર દિવસ સુધી પરણીતાને ગેરકાયદેસર તેના કબજામાં ગોંધી રાખી હોવાનું પરણીતાએ પોલીસ સમક્ષ બયાન આપતા પોલીસે ગુનો દાખલ કરી પરણીતાના મેડીકલ ચેકઅપ સહિત પરણીતાને ગેરકાયદેસર ગોંધી રાખવામાં મદદગારી કરનાર માધવા તથા લખણપુર ગામના બે વ્યક્તિઓની ભુમિકાની તપાસનો ધમધમાટ ચાલુ કરેલ હોવાનું જાણવા મળેલ છે.
ઉપરોક્ત બાબતે શારિરીક શોષણનો શિકાર બનેલી બે સંતાનોની માતાએ સુખસર પોલીસમાં ફરિયાદ આપતા રાકેશ ભલાભાઈ ગરાસીયાની વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી મદદગારોની તપાસ અને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.