(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. એ વાતને સમર્થન આપતો એક કિસ્સો ‘વેલેન્ટાઇન ડે’ની પૂર્વ સંધ્યાએ કોર્ટ સંકૂલમાંથી પ્રાપ્ત થયો છે. જેમાં એટલે કે કહેવાતા પ્રેમમાં અંધ બનેલી માતાએ એક સર્ચર્ વોરંટની અરજીના આધારે કોર્ટમાં આવીને કહયું હતું કે, હું મારા ફ્રેન્ડ (પ્રેમી) સાથે જવા માંગુ છું. ત્રણ સંતાનોની માતાના આ નિવેદનએ સૌને આઘાત સાથે ચોંકાવી દીધા હતા.
કોર્ટ સંકૂલમાંથી મળતી માહિતી અનુસાર શહેરના ચોક બજાર પોલીસ મથકની હદમાં રહેતા રાહુલ (નામ બદલ્યુ છે)ની પત્ની સીમા (નામ બદલ્યું છે) ગત તા. ૨૩-૧-૨૦૧૮ના રોજ ઘરેથી રહસ્યમય સંજાગોમાં ગુમ થઇ ગઇ હતી. તપાસ કરતા પતિને ખબર પડી હતી કે, સીમા કથિત પ્રેમી રાજ (નામ બદલ્યું છે)ની સાથે લગ્ન કરવાના ઇરાદે ભાગી ગઇ છે, અને જૂનાગઢ મુકામે રહે છે. જે ગેરકાયદેસર હોય પતિએ સુરતની કોર્ટમાં એડવોકેટ મારફતે સર્ચ વોરંટની અરજી દાખલ કરી હતી. જેના આધારે કથિત પ્રેમી રાજ સીમાને લઇને કોર્ટમાં હાજર થયો હતો. જ્યાં સીમાએ કોર્ટ રૂબરૂ આપેલા નિવેદનએ સૌ કોઇને આશ્ચર્યમાં મુકી દીધા હતા. કોર્ટ રૂબરૂ સીમાએ જણાવ્યું હતું કે, હું મારા પતિ સાથે રહેવા માંગતી નથી અને મારા ફ્રેન્ડ (પ્રેમી) સાથે રહેવા માંગુ છું. અહીં સીમા ૧૮ વર્ષથી વધુ ઉંમરની હોય કોર્ટે તેનું નિવેદન નોંધી તેણીને ગેરકાયદે અટકાયત ન હોય મુક્ત કરી હતી. અત્રે આઘાત પમાડે તેવી વાત એ છે કે, સીમા અને રાહુલને સંતાનમાં ત્રણ બાળકો છે પણ સીમાએ બાળકોની પણ પરવાહ કર્યા વગર કથિત પ્રેમી સાથે જવાનું પસંદ કર્યું હતું. ગેરકાયદે અટકાયત ન હોવાનું કોર્ટે જણાવતા સીમાએ બિન્દાસ્ત કથિતપ્રેમી સાથે ચાલતી પકડી હતી. જાહેરમાં બનેલી આ ઘટના જાઇને કોર્ટમાં હાજર સૌકોઇ મોંમા આગળા નાંખી ગયા હતા અને સૌના મુખે એક જ પ્રશ્ન ચર્ચાતો હતો કે, શું પ્રેમ ખરેખર આટલો આંધળો હોય છે..? કે જેને પતિ તો ઠીક, સંસ્કારો તો ઠીક, સમાજ તો ઠીક પરંતુ બાળકોની પણ પરવાહ નથી હોતી..!
અત્રે નોંધવું ઘટે કે, સીમાએ પતિના બદલે પ્રેમી સાથે જવાનું પસંદ કર્યું હોય અને હાલમાં પણ કથિત પ્રેમી સાથે હોય પતિએ કોર્ટમાં આપેલા નિવેદનને આધાર બનાવીને કથિતપ્રેમી સામે વ્યાભીચાર સહિતની ફરિયાદ પોલીસમાં આપી હોવાની વિગતો