ઉના, તા.૧
દીવમાં નવા વર્ષની ઉજવણી કરવા ઉનાથી ત્રણ યુવાનો આવ્યા હતા. ત્રણેય યુવાનો નશાની હાલતમાં ચક્રતીર્થ બીચ પર બાઇક સાથે ફરી રહ્યા હતા ત્યારે બંધ પડેલા જેસીબી સાથે અથડાતા બે યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે એકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને યુવાનોના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા છે.