(એજન્સી) તા.૧૧
પેલેસ્ટીની નાગરિકોની વાત કરીએ તો દુનિયાભરના મુસ્લિમો માટે આ શહેરના લોકો પણ મહત્ત્વપૂર્ણ હોવા જોઈએ. કેમ કે અહીંના નાગરિકો ઈસ્લામ ધર્મના ત્રીજા ક્રમના સૌથી પવિત્ર સ્થળની સુરક્ષા કરે છે અને તેના પર ઈસ્લામ ધર્મનો અધિકાર સ્થાપિત કરવાનો પુરાવો પૂરો પાડે છે. તમને જણાવી દઈએ કે પેલેસ્ટીન પર જ્યારથી ઈઝરાયલે કબજો કર્યો છે અને ઈઝરાયલ જેવા યહૂદી દેશની સ્થાપના કરાઈ છે ત્યારથી જ પેલેસ્ટીનના દરેક નાગરિકોનો દરેક દિવસ એક ત્રાસદીનો સામનો કરવા સમાન પસાર થાય છે. પેલેસ્ટાઈનના નાગરિકોના ભાગ્યમાં જ જાણે હવે દરરોજના નવા ઈઝરાયલી પડકારોનો સામનો કરવાનું લખી દેવાયું છે. જોકે તેમ છતાં અહીંના મુસ્લિમો ખરેખર એકજૂટ છે અને તેઓ એકબીજાને સહયોગ કરતા તમામ ઈઝરાયલી પડકારોને ઝીલે છે એ પણ અડીખમ રીતે. જ્યારથી હું મોટો થયો છું ત્યારથી હું દરેક પેલેસ્ટીની ઈતિહાસને જોતો આયો છું. ૧૯૮૯માં બલાડી નામે મેં એક ડેટાબેઝ પણ તૈયાર કર્યો હતો. આ એક ક્રોનોલોજિકલ ડોક્યુમેન્ટ હતો જેમાં પેલેસ્ટાઈન દ્વારા ઝિલવામાં આવેલા તમામ પડકારોની વિગત હતી. ૧૯૪૭માં ૨૯ નવેમ્બરે યુએનમાં પાર્ટીશન વૉટિંગ થયું હતું. તેને નાકબા નામ આપવામાં આવ્યું. ૧૯૮૨માં સાબરા તથા શાઈતે શરણાર્થી કેમ્પોમાં ભયંકર નરસંહાર થયો. તેની શરૂઆત લેબેનોનમાં ૧૬ સપ્ટેમ્બરથી થઈ હતી. આ દિવસોમાં અનેક નાગરિકોની કત્લેઆમ કરવામાં આવી હતી. અનેક મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની પણ ઠંડે કલેજે હત્યાઓ કરવામાં આવી હતી. જોકે પેલેસ્ટાઈનનું રાજકારણ છે જે ત્યાંના નાગરિકોને એકજૂટ થવા દેતું નથી.