અમદાવાદ,તા. ૩
જૂલાઇ-૨૦૦૮માં અમદાવાદ શહેરમાં ૨૦થી વધુ જુદી જુદી જગ્યાઓ પર થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટના ચકચારભર્યા ત્રાસવાદીને હુમલાની ઘટનામાં મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી ક્રાઇમબ્રાંચ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આરોપી અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે કાસીમ ઉર્ફે જાકીર ઉર્ફે કબ તૌકિર હાજી ઉસ્માન કુરૈશીને આજે લોખંડી જાપ્તા વચ્ચે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જયાં ન્યાયાધીશે અબ્દુલસુભાન તૌકીરને ૨૦ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ અનોલફુલ એકટીવીટીઝ એકટ હેઠળ તૌકીરના ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે તૌકીરના ૨૦ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા.
ત્રાસવાદી તૌકીરને ૨૦ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપાયો

Recent Comments