સાંજે સતત વાગ્યાથી જીવંત પ્રસારણ
કોલંબો, તા.પ
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતની યુવા ટીમ ત્રિકોણીય ટવેન્ટી-ર૦ કપની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. જેમાં આ ખેલાડીઓનું લક્ષ્યાંક આગામી વર્ષે રમાનાર વિશ્વકપ માટે પસંદગીકારોની નજરમાં બની રહેવાનું હશે. બાંગ્લાદેશ આ સિરીઝમાં ત્રીજી ટીમ છે. જો કે ભારતના ૬ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે જેનાથી યુવા ખેલાડીઓ પાસે પોતાને સાબિત કરવાની સારી તક હશે. રોહિત દ.આફ્રિકા પ્રવાસના ખરાબ પ્રદર્શન બાદ ફોર્મમાં પરત ફરવા આતુર હશે. પ્રેમદાસા સ્ટેડિયમમાં રોહિત પોતાના જોડીદાર શિખર ધવન સાથે શાનદાર પ્રદર્શન કરવા માંગશે. મધ્યમક્રમની જવાબદારી મનીષ પાંડે, સુરેશ રૈના, રાહુલ અને દિનેશ કાર્તિક પર હશે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તે ખેલાડીઓને નહીં રમાડે કે જે ટીમ મેનેજમેન્ટની ભવિષ્ય (વિશ્વકપની)ની યોજનામાં સામેલ નથી. ગત વખતે જ્યારે ભારત શ્રીલંકામાં રમ્યું હતું તો તેણે બધા ફોર્મટમાં ૯-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. પણ આ વખતે એટલું આસાન નથી. શ્રીલંકાએ તાજેતરમાં બાંગ્લાદેશમાં ત્રિકોણીય વન-ડે ટુર્નામેન્ટ જીતી છે.
ટ્‌વેન્ટી શ્રેણી કાર્યક્રમ
છ્‌ઠી માર્ચના દિવસે ભારત-શ્રીલંકા (પ્રેમદાસા, શ્રીલંકા)
આઠમી માર્ચના દિવસે બાંગ્લાદેશ-ભારત (પ્રેમદાસા, શ્રીલંકા)
૧૦મી માર્ચના દિવસે શ્રીલંકા-બાંગ્લાદેશ (પ્રેમદાસા, શ્રીલંકા)
૧૨મી માર્ચના દિવસે શ્રીલંકા-ભારત (પ્રેમદાસા, શ્રીલંકા)
૧૪મી માર્ચના દિવસે બાંગ્લાદેશ-ભારત ( પ્રેમદાસા, શ્રીલંકા)
૧૬મી માર્ચના દિવસે શ્રીલંકા-બાંગ્લાદેશ ( પ્રેમદાસા, શ્રીલંકા)
૧૮મી માર્ચના દિવસે ફાઇનલ મેચ