(એજન્સી) તા.૯
ત્રિપુરાના મૂલસીમો કટ્ટરતા વિરૂદ્ધ શાંતિ રાખી રહ્યા છે અને તેઓ ફૐઁ અને બજરંગ દળ દ્વારા પ્રભાવિત થયા અને તાજેતરમાં મસ્જિદો પરના લક્ષ્યાંકિત હુમલાઓનો બદલો લેવા માટે ઉશ્કેરાયા નથી. તાજેતરમાં ત્રિપુરાની મુલાકાત લેનાર ફેક્ટ-ફાઈન્ડિંગ ટીમે જણાવ્યું હતું કે, ‘તે એ પણ નોંધનીય છે કે, હિંસા આચરનારાઓનું લક્ષ્ય હોવા છતાં મુસ્લિમ સમુદાયે કોઈપણ ઉશ્કેરણી પર પ્રતિક્રિયા આપી ન હતી અને શાંતિ અને સુલેહ-શાંતિ જાળવી રાખી હતી. ત્રિપુરામાં સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાનો ઈતિહાસ નથી, પરંતુ જ્યારથી રાજ્યમાં સાંપ્રદાયિક લોકોએ સત્તા સંભાળી છે ત્યારથી સાંપ્રદાયિક હિંસા અને તોડફોડની ઘટનાઓ બનવા લાગી છે. એવું લાગે છે કે, ત્રિપુરામાં સાંપ્રદાયિક હિંસા એ અન્ય રાજ્યોમાં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ ઝડપથી નજીક આવી રહી છે ત્યાં રાજકીય લાભ માટે સમગ્ર દેશમાં સાંપ્રદાયિક અને ધાર્મિક ધ્રૂવીકરણ બનાવવાના રાજકીય એજન્ડાનો એક ભાગ છે. ચાર મુસ્લિમ સંસ્થાઓ – ઓલ ઈન્ડિયા મુસ્લિમ મજલિસ-એ-મુશાવરત (છૈંસ્સ્સ્), જમાત-એ-ઈસ્લામી હિંદ (ત્નૈંૐ), મરકઝી જમાત અહલેહદીસ હિંદ અને ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલની સંયુક્ત ફેક્ટ-ફાઈન્ડિંગ ટીમ, જે ત્રિપુરાથી પરત આવી હતી અને જેઓએ હિંસા પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં છૈંસ્સ્સ્ના પ્રમુખ નવીદ હમીદ, ત્નૈંૐના ઉપપ્રમુખ પ્રોફેસર સલીમ એન્જિનિયર, ત્નૈંૐ સેક્રેટરી મૌલાના શફી મદાની, જમિયત અહલેહદીસના સેક્રેટરી મૌલાના શીશ તૈમી અને મિલી કાઉન્સિલના શમ્સ તબરેઝ કાસમી હતા જેમણે ૩૧ ઓકટોબરથી ૨ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ ટીમે ત્રિપુરામાં પત્રકારોને બ્રીફિંગ કરતા કહ્યું કે, પ્રતિનિધિમંડળને લાગે છે કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ધ્રૂવીકરણના હેતુથી આ સાંપ્રદાયિક હિંસા કરવામાં આવી છે. એવું લાગે છે કે, ત્રિપુરામાં સાંપ્રદાયિક હિંસા એ અન્ય રાજ્યોમાં રાજકીય લાભ માટે સમગ્ર દેશમાં સાંપ્રદાયિક અને ધાર્મિક ધ્રૂવીકરણ બનાવવાના રાજકીય એજન્ડાનો એક ભાગ છે, આ પ્રતિનિધિમંડળ ત્રિપુરામાં ત્રણ દિવસ રોકાયું હતું અને પીડિતોને, બિન-મુસ્લિમો સહિત સ્થાનિક વસ્તીને તેઓ મળ્યા હતા.
રાજ્યના ભાગોમાં ફાટી નીકળેલી હિંસાથી પ્રભાવિત લોકોને મદદ કરવાને બદલે, પોલીસ અને વહીવટીતંત્રે ગુનેગારો સામે સમયસર પગલાં લીધાં નથી. અસામાજિક તત્ત્વો અને સાંપ્રદાયિક દુષ્કર્મ કરનારાઓ એવી માન્યતાથી ઉત્સાહિત છે કે, તેઓને સરકાર દ્વારા રક્ષણ આપવામાં આવશે. જો સમયસર પગલાં લેવામાં આવ્યાં હોત, તો કદાચ હિંસા અને તોડફોડની આ ઘટનાઓને અટકાવી શકાઈ હોત. પ્રતિનિધિમંડળે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફૐઁ અને બજરંગ દળ સ્થાનિક મદદ વિના મુસ્લિમ સંચાલિત સંસ્થાઓને ઓળખવામાં સક્ષમ ન હોત, તેઓએ કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોના હિંદુઓએ નફરતની ઝૂંબેશથી પ્રભાવિત થવાનો ઈન્કાર કર્યો હતો. જો ફૐઁ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલો પરના હુમલાનો વિરોધ કરવા માટે નિષ્ઠાવાન હોત, તો તેણે રાજ્યમાં મુસ્લિમો પર હુમલો કરવાને બદલે અગરતલામાં બાંગ્લાદેશના કોન્સ્યુલેટની બહાર વિરોધનું આયોજન કર્યું હોત. આ પ્રતિનિધિમંડળ ત્રિપુરામાં ત્રણ દિવસ રોકાયું હતું અને પીડિતો, બિન-મુસ્લિમો સહિત સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. આ ટીમે ત્રિપુરાના મુખ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશકને પણ મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓની મુલાકાત માટે સમય આપવામાં આવ્યો ન હતો.