ભાજપ સરકાર દ્વારા વિપક્ષો પર સતત પાશવી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે

(એજન્સી) તા.૧૫
પોતાના રાજ્યમાં વિરોધ પક્ષો પર સતત અને હિંસક હુમલાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે રાષ્ટ્રીય પાટનગરમાં ત્રિપુરાના ચાર વખત ડાબેરી મોરચા સરકારના મુખ્યપ્રધાન તરીકે રહી ચૂકેલા માણિક સરકારે જણાવ્યું છે કે શાસક ભાજપ ત્રિપુરાને એકપક્ષીય, સરમુખત્યાર અને ફાસીવાદી શાસનની આપના માટે એક પ્રયોગશાળામાં ફેરવી રહ્યો છે. ૬, સપ્ટે. ૨૦૨૧ના રોજ ખટાલીયા ખાતે પોતાની મુલાકાત દરમિયાન સરકાર પર તાજેતરમાં હુમલો થયો હતો. આ અગાઉ પણ ભાજપ કાર્યકરોે તેમના પર બે વખત હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ત્રિપુરામાં ભાજપે લોકતાંત્રિક, સેક્યુલર અને શાંતિપ્રિય નાગરિકો પર હુમલો શરૂ કર્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ડાબેરી મારચાના ૧૬ ધારાસભ્યોને તેમને પોતાના મતક્ષેત્રોમાં જતાં અટકાવવામાં આવી રહ્યાં છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સ્થિતિ ગંભીર છે. મને પણ રાજ્યના વિવિધ ભાગોની તેમજ મારા મતક્ષેત્રની મુલાકાત લેતાં ૧૫ વખત અટકાવવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત મતામ વિપક્ષો હુમલાના ભોગ બન્યાં છે. ડાબેરી મોરચો અને સીપીઆ્રૂએમ) પણ ભાજપના હુમલાના ભોગ બન્યાં છે. ત્રિપુરામાં મને એવી કહેવાની ફરજ પડે છે કે ભારતનું બંધારણ અહીં કામ કરતું નથી એવું સરકારે મીડિયાકર્મીઓને પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપના હુમલા પાછળનો મકસદ વિપક્ષોને તેમની લોકતાંત્રિક પ્રવૃત્તિઓ હાથ ધરતાં અટકાવવાનો છે અને વિપક્ષો ખાસ કરીને સીપીઆઇએમ દ્વારા બિપ્લબકુમાર દેવના કુશાસન અને ચૂંટણી વચનો પાળવામાં ભાજપની નિષ્ફળતા સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમારા પર હુમલા થઇ રહ્યાં છે કારણ કે અમો આજીવિકાના પ્રશ્ને લોકોને એકત્ર કરી રહ્યાં છીએ. તેઓ (ભાજપ કાર્યકરો અને નેતાઓ) અમને લોકોથી વિખુટા પાડવાની કોશિશ કરી રહ્યાં છે પરંતુ અમે આ રાજકીય પડકારનો મુકાબલો કરીશું અને લોકોનો સંપર્ક સતત ચાલુ રાખીશું એવું માણિક સરકારે જણાવ્યું હતું. ચાર વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા માણિક સરકારે જણાવ્યું હતું કે ભાજપ સત્તારુઢ થયા બાદ તુરત ૨૦૧૮માં આવા હુમલા શરુ થયાં હતાં. ૯૦ ટકા વિપક્ષી ઉમેદવારોને સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારીપત્રો ભરતાં પણ અટકાવવામાં આવ્યાં હતાં. છેલ્લા દોઢ વર્ષમાં લોકો જ્યારે મહામારીથી પીડાઇ રહ્યાં હતાં ત્યારે ૩૫ મીડિયાકર્મીઓ પર શારીરિક હુમલા થયા હતા.