(એજન્સી) કોલકત્તા, તા. ૬
ત્રિપુરાના બેલાનિયા શહેરમાં રશિયન સામ્યવાદી ક્રાંતિના જનક લેનિનની પ્રતિમા તોડવાનો ઉલ્લેખ કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે ભલેને ડાબેરીઓ મારા રાજકીય વિરોધીઓ હોય પરંતુ માર્ક્સ અને લેનિનની પ્રતિમા તોડવાની કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. તેમણે કહ્યું કે લેનિન મારા નેતા છે તેનો અર્થ એવો નથી કે મને માર્ક્સ અને લેનિનની પ્રતિમા તોડવાની સ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે ડાબેરીઓએ અમારી પાર્ટી કાર્યકરોની રીબામણી કરીને હત્યા કરવા હતી તેમ છતાં પણ અમે બદલાની ભાવનાથી કાર્યવાહી કરી નહોતી. મંગળવારે તેમણે એવું પણ કહ્યું કે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં આગેવાની લેવામાં ટીએમસીએ કોઈ રૂચિ ન થી. પરંતુ ભાજપની સામે સામાન્ય મોરચો માંડવા તૈયાર છીએ. અમારૂ લક્ષ્યાંક લાલ કિલ્લો છે અને અમારે કોઈ પણ ભોગે કેન્દ્રની ઘમંડી સરકારનો અંત લાવવો છે.