(એજન્સી) અગરતલા, તા.૩
ત્રિપુરામાં શાનદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, ભાજપના અનેક કાર્યકર્તાઓએ શહીદી વહોરી છે. નિર્દોષ કાર્યકર્તાઓને મોતને ઘાટ ઉતાર્યો છે. રાજનૈતિક પક્ષોએ ખૂબ જ જુલ્મ કર્યો. તેવી સ્થિતિમાં લોકતંત્રની તાકાતથી ગરીબ અને અભણ મતદારોએ આ ચોટનો જવાબ વોટથી આપ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સૂરજનો ઉદય થાય છે ત્યારે રંગ કેસરી હોય છે. પૂર્વોત્તરના લોકોને ઘણી પીડા સહન કરી છે. ગુસ્સો મતપેટીમાં કાઢયો. વાસ્તુશાસ્ત્ર મુજબ નોર્થ ઈસ્ટનો ખુણો ઘણો મહત્ત્વનો છે. કર્ણાટકમાં ૬ મહિનામાં બે ડઝન હત્યાઓ થઈ. ત્રિપુરામાં યુવાન ટીમે પ્રચાર કર્યો. પૂર્વોત્તરના લોકો માટે હવે દિલ્હી દૂર નથી. ૭૦ વર્ષમાં નહીં થયા હોય તેટલા કેન્દ્રના મંત્રીઓ વારંવાર જતા હતા. પૂર્વમાં કોંગ્રેસ સમાપ્ત થઈ ગઈ અને હવે કર્ણાટકમાં સાફ થઈ જશે. શહીદ થયેલા કાર્યકર્તાઓને વિજય સમર્પિત કરું છું. ર મિનિટ માટે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. ત્રિપુરાની જીત સાધારણ નથી. મજબૂત સંગઠનથી આ જીત શક્ય બની. કાર્યકર્તાઓને વંદન કરું છું. ઉલ્લેખનીય છે કે, રપ વર્ષના ડાબેરી શાસનનો ભાજપે અંત આણ્યો. ગત ચૂંટણીમાં ભાજપને માંડ બે ટકા વોટ મળ્યા હતા.