(એજન્સી) અગરતલા,તા.રપ
ત્રિપુરામાં બ્રુ પુનર્વસનના વિરોધમાં બે વ્યક્તિઓનાં મોત થયાના ત્રણ દિવસ બાદ, જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા, સંયુક્ત આંદોલન સમિતિ – આંદોલનનું નેતૃત્વ કરનાર મંચ – મંગળવારે તેમની અનિશ્ચિત હડતાલ ‘કામચલાઉ’ બંધ કરવાનો નિર્ણય કર્યો તેમની માંગણીઓ ધ્યાનમાં લેવા સરકાર તરફથી ખાતરી મળી. જેએમસીના કન્વીનર સુશાંત બરુઆએ કહ્યું કે સોમવારે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ સાથેની મેરેથોન બેઠકમાં તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમની માંગણીઓ પર સકારાત્મક વિચારણા કરવામાં આવશે. બેઠકમાં આંદોલનકારીઓએ પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા તેમના સમર્થકને ૨૦ લાખ રૂપિયા, વળતર, લાયકાત અનુસાર તેના નજીકના સગાને સરકારી નોકરી, પોલીસ સાથેની અથડામણમાં ઘાયલ થયેલા લોકોની સારવાર અને ઘટનામાં વાહનો અને સંપત્તિ નુકસાનની સ્થિતિમાં સુધારણા માટે નાણાકીય પેકેજની માંગ કરી હતી. બ્રુ સ્થળાંતરકારોના પુનર્વસન અંગે કન્વીનરે જણાવ્યું હતું કે તેઓને ખાતરી આપવામાં આવી છે કે ત્રિપુરાના છ જિલ્લાઓમાં સ્થળાંતર કરનારાઓ સમાન રીતે સ્થાયી થશે અને કોઈ પણ સ્થળે કોઈ અનિશ્ચિત દબાણ લાવવામાં આવશે નહીં.
પૃષ્ઠભૂમિ : શનિવારે, પાનીસાગર સબ-ડિવિઝનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ) ૦૮ની નાકાબંધી દરમિયાન વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેના પગલે ત્રિપુરા ફાયર સર્વિસના અધિકારી સહિત બે લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા. આ વિરોધ પ્રદર્શન ત્રિપુરા ઉત્તર જિલ્લાના કંચનપુર પેટા વિભાગમાં બ્રુ વિસ્થાપિત લોકોના પુનર્વસન વિરુદ્ધ હતા. નાગરિક સુરક્ષા મંચ અને મિઝો કન્વેશનના આંદોલનકારીઓ દ્વારા સંયુક્ત રીતે રચાયેલી સંયુક્ત આંદોલન સમિતિએ રાજ્ય સરકારની પુનર્વસન યોજનાનો વિરોધ કર્યો હતો, તેમને ભય હતો કે તેમના ‘પૂર્વજોની જમીન’ બ્રુ સ્થળાંતર કરનારાઓને આપી દેવામાં આવશે. ૧૬ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર, ત્રિપુરા અને મિઝોરમની રાજ્ય સરકારો અને બ્રુ સમુદાયના નેતાઓ વચ્ચે ત્રિપુરામાં લગભગ ૩૪૦૦૦ આંતરિક વિસ્થાપિત બ્રુ લોકોને કાયમી ધોરણે સ્થાયી કરવા માટે ચતુર્ભુજ કરાર પર હસ્તાક્ષર થયા હતા.
ત્રિપુરા ઉત્તર જિલ્લાના કંચનપુર અને પાનીસાગર પેટા વિભાગ, આસામ અને મિઝોરમની આંતર-રાજ્ય સીમા ધરાવે છે. પેટા વિભાગમાં બ્રુ વિસ્થાપિતો સામે કંચનપુરમાં સોમવારે જેએમસીએ અચોક્કસ મુદ્દતની હડતાલ ફરી શરૂ કરી હતી.
વિરોધ બન્યો હિંસક : પોલીસે માહિતી આપી હતી કે ૨૧ નવેમ્બર, ૨૦૨૦ના રોજ, વ્યાપક આંદોલનના ભાગ રૂપે, ફોરમે એનએચ ૦૮ને અવરોધિત કર્યો હતો. વિરોધ દરમિયાન આંદોલનકારીઓએ હિંસક વલણ અપનાવ્યું હતું અને સુરક્ષા કર્મચારીઓ પાસેથી શસ્ત્રો છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, તે દરમિયાન કર્મચારીઓએ લાઠીનો ઉપયોગ કર્યો હતો અને હવામાં ગોળીબાર કર્યો હતો, અને પછી સત્તાના આદેશ પર ઉશ્કેરાયેલા ટોળા પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ ફાયરિંગ દરમિયાન, રસ્તામાં નાકાબંધીમાં જોડાયેલા સુથાર શ્રીકાંતદાસ (૪૬)ની ગોળી વાગતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ૧૮ વિરોધીઓ અને ૧૪ પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા ૩૨ અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના પછી તરત જ રાજ્યના કાયદા પ્રધાન રતનલાલ નાથે ઉત્તર જિલ્લા મેજિસ્ટ્રેટ નાગેશકુમાર બી દ્વારા આ બનાવ અંગે મેજિસ્ટ્રેલ તપાસનો આદેશ આપ્યો હતો. તપાસનો અહેવાલ ‘એક મહિનાની અંદર’ રજૂ કરવાનો રહેશે.
વિરોધીઓએ શું માંગ કરી ? : ધ વાયર સાથે વાત કરતાં, જેએમસીના કન્વીનર સુશાંત બરુઆએ કહ્યું હતું કે તેઓએ તેમની ‘પૂર્વજોની જમીન’ બચાવવા માટે ‘અનિશ્ચિત હડતાલ’ કરીને આ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને દાવો કર્યો હતો કે કંચનપુર પેટા વિભાગમાં બ્રુ લોકોની પુનર્વસનથી સામાજિક, આર્થિક, રાજકીય અને વસ્તી વિષયક અસર પડશે અને આક્ષેપ કર્યો હતો કે ૧૯૯૭માં બ્રુ લોકોના આગમન પછીથી પેટા વિભાગમાં સાંપ્રદાયિક સંવાદિતા બગડી છે. જો કે સમાધાન અંગે કંચનપુર પેટા વિભાગીય વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે કંચનપુર પેટા વિભાગમાં બ્રુ લોકોના વસન માટે હજુ નિર્ણય લેવાના બાકી છે. ત્રિપુરા ઉત્તર જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પુનઃ વસવાટના પરિવારોની પસંદગી હજી ચાલુ છે અને અત્યારે કોઈ આંકડો બતાવી શકાશે નહીં.
નવી વ્યવસ્થા : આ મુદ્દે પ્રતિક્રિયા આપતા, મિઝોરમ બ્રુ ડિસ્પ્લેસ્ડ પીપલ્સ ફોરમ (એમબીડીપીએફ)ના જનરલ સેક્રેટરી બ્રુનો મશાએ જણાવ્યું હતું કે વિસ્થાપિત લોકો રાહત શિબિરોમાં ભયમાં જીવી રહ્યા છે અને દાવો કર્યો કે હડતાલને લીધે શિબિરોમાં અનાજ અને પૈસાની તીવ્ર કટોકટી પ્રવર્તી રહી છે. નવી વ્યવસ્થા હેઠળ અંતિમ ચતુર્ભુજ કરાર મુજબ, વિસ્થાપિત થયેલા દરેક પરિવારોને અગાઉના કરાર હેઠળ સહાય ઉપરાંત ૪૦ઠ૩૦ ચોરસ ફૂટના નિવાસી પ્લોટ આપવામાં આવશે – રૂા.૪ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ, ૫૦૦૦ બે વર્ષ માટે દર મહિને રોકડ સહાય, બે વર્ષ માટે મફત રાશન અને તેમના મકાન બનાવવા માટે ૧.૫ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ૧૯૯૭થી ૩૭૦૦૦થી વધુ વિસ્થાપિત બ્રુ વંશીય હિંસાના પગલે મિઝોરમથી ભાગી ગયા હતા. તેઓએ નજીકના ત્રિપુરામાં આશ્રય મેળવ્યો. તેઓએ અગરતલાથી લગભગ ૧૭૦ કિલોમીટર દૂર ત્રિપુરા ઉત્તર જિલ્લાના કંચનપુર અને પાણીસાગર પેટા વિભાગમાં છ રાહત શિબિરોમાં આશરો લીધો હતો. સીપીઆઈ (એમ) પોલિટ બ્યુરોના સભ્ય અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માનિક સરકારે પરિસ્થિતિની નિંદા કરી હતી અને હિંસા માટે ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે સરકાર દ્વારા આ બાબતે સારવાર અને તાત્કાલિક તપાસની તમામ જવાબદારી નિભાવવાની માંગ કરી છે. જો કે, ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા પીજુષ કાંતિ બિશ્વાસે હાઇકોર્ટના ન્યાયાધીશ દ્વારા આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી.
– તન્મોય ચક્રવર્તી (સૌ. : ધ વાયર.ઈન)