વેલિંગ્ટન, તા.૩
ઈંગ્લેન્ડે મોઈનઅલી (૩૬ રનમાં ૩ વિકેટ)ની ઉમદા બોલિંગની મદદથી વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડને ચાર રને પરાજય આપ્યો. આ રોમાંચક વિજય સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચોની સિરીઝમાં ર-૧થી લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં ર૩૪ રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલું ન્યુઝીલેન્ડ કપ્તાન વિલિયમ્સન (અણનમ ૧૧ર)ની શાનદાર સદી છતાં ચાર રનથી હારી ગયું. ન્યુઝીલેન્ડે ૧૦૩ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. વિલિયમ્સન અને સેન્ટનર (૪૧) વચ્ચે ૯૬ રનની ભાગીદારીથી સ્કોર ૧૯૯ રને પહોંચ્યો પણ આજ સ્કોરે સેન્ટનર રનઆઉટ થઈ ગયો. પ૦ ઓવરના અંતે ન્યુઝીલેન્ડ આઠ વિકેટે ર૩૦ રન જ બનાવી શક્યું. આ સાથે જ વિલિયમ્સને પોતાની વન-ડે કારકિર્દીના પાંચ હજાર રન પૂરા કરી લીધા. તે સૌથી ઝડપી પાંચ હજાર રન બનાવનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બની ગયો. આ ક્રમમાં તેણે ગુપ્ટીલને પાછળ પાડી દીધો. મોઈનઅલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. ચોથી વન-ડે સાત માર્ચે ડુમેડીનમાં રમાશે.
ત્રીજી વન-ડેમાં મોઈનઅલીની ઉમદા બોલિંગથી ઈંગ્લેન્ડનો રોમાંચક વિજય

Recent Comments