પાલનપુર, તા.૧૮
થરાદ ખાતે એક અસ્થિર મગજની વૃદ્ધા આમ તેમ ભટકતી હતી જેને ૧૮૧ અભિયમની ટીમ દ્વારા સહારો આપી પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવી હતી. આ અંગે કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે પહેલાં ૧૦૮ દ્વારા વૃદ્ધાના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. જે બાદ પોલીસ મથકે જાણ કરી વૃદ્ધાને પાલનપુર સિવિલ હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ઊભું કરવામાં આવેલું સખી વન સ્ટોપ સેન્ટર નિરાધાર મહિલાઓ માટે આશ્રય સ્થાન બની રહ્યું છે.