(એજન્સી)
થાઈલેન્ડ, તા.૩૦
થાઈલેન્ડની થૈમ લુઆંગ ગુફામાં છ દિવસ પહેલાં પૂરના પાણી ભરાઈ ગયા હતા. આ ગુફામાં ફસાયેલ ફૂટબોલ ટીમનો છ દિવસ પણ બાદ પણ પત્તો મળયો નથી.
અહેવાલ મુજબ થૈમ લુઆંગ ગુફામાં પૂરના પાણી ફરી વળતા તેમાં કોચ સહિત અંડર ૧૬ ફૂટબોલ ટીમના ૧૩ ખેલાડીઓ ફસાઈ ગયા હતા જેમનો આજ સુધી કોઈ પત્તો નથી. લાપતા ફૂટબોલ ટીમની થાઈલેન્ડની રોયલ નેવી સેવના મરજીવાઓ સ્થાનિક દમકલ દળ સાથે અમેરિકી અને બરિટીશ ટીમના ૧ર૦૦ જવાનો શોધખોળમાં લાગાવી દેવામાં આવ્યા છે. કમિશનર લે.જનરલ ક્રેબૂન સુઆદસોંગે જણાવ્યું કે એમનું દળ ગુફાની ઉપરથી શિલાઓની અંદર સુધી એક કાણું પાડશે જેમાં કેમેરા પહોંચાડી શકાય. આ ઈન્ફ્રારેડ કેમેરાથી અંદરનું લોકેશન જાણી શકાશે.