બેંગકોક, તા.૨૯
સતત બે ટૂર્નામેન્ટોમાં જાપાનની અકાને યામાગુચી સામે હારનો સામનો કરનારી ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મંગળવારથી અહીં શરૂ થઈ રહેલા થાઈલેન્ડ ઓપનમાં જ્યારે ઉતરશે તો તેની નજર વર્ષના પ્રથમ ટાઇટલ પર હશે.
સિંધુએ ઈન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચીને લયમાં હોવાના સંકેત આપ્યા હતા. પરંતુ જાપાન ઓપનમાં તેની સરફ ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી ન શકી. બંને ટૂર્નામેન્ટોમાં તેણે યામાગુચી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ખેલાડી આ ટૂર્નામેન્ટથી સાત મહિનાના ટાઇટલના દુકાળને પૂરો કરવા મેદાને ઉતરશે.
ચોથી વરીયતા પ્રાપ્ત સિંધુ મહિલા સિંગલ્સમાં પોતાના અભિયાનનો પ્રારંભ ચીનની હાન યૂઈ વિરૂદ્ધ કરશે. જાપાન ઓપનના પ્રથમ રાઉન્ડમાં તે આ ખેલાડી વિરૂદ્ધ જીત મેળવી ચૂકી છે. સિંધુ જો શરૂઆતી પડકારને પાર કરી શકે તો ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો છઠ્ઠી વરીયતા પ્રાપ્ત સ્થાનિક ખેલાડી રતચાનોક ઇંતાનોન સામે થશે.
ટૂર્નામેન્ટમાં સાઇના નેહવાલને સાતમી વરીયતા આપવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ઈજાને કારણે કોર્ટથી દૂર છે. સ્વાસ્થ્યના કારણોથી તેણે ઈન્ડોનેશિયા અને જાપાન ઓપનમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. તે આગામી મહિને વિશ્વ ચેમ્પિયનશિપ પહેલા લયમાં આવવા ઈચ્છશે.