(સંવાદદતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર૩
૨૦.૦૨.૨૦૧૮ના રોજ થાનગઢ ટાઉનમાં ધોલેશ્વર ફાટક પાસે ફરિયાદી અશોકભાઈ વનુભાઈ વારેવાડિયા પ્રજાપતિ રહે. જોગ આશ્રમ પાછળ, થાનગઢને આંતરીને આરોપીઓ કમલેશ રાજાભાઈ અનુ.જાતિ, નરેશ પરમાર, હિતેશ પરમાર તથા એક અજાણ્યા ઈસમ મળી, કુલ ૪ આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર મારી, રોકડ રકમ તથા સોનાની ચેઇન મળી કુલ રૂ. ૪૪,૮૦૦/- ની મત્તાની લૂંટ ચલાવી, નાસી ગયેલની ફરિયાદ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતી….
થાનગઢ ટાઉનમાં લૂંટ ના ગુન્હામાં મળેલ બાતમી આધારે થાનગઢના પોલીસ ઇન્સ. એમ.જી.ડામોર, સહિતના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં રાખવામા આવેલ વોચ દરમિયાન આરોપીઓ હિતેશભાઈ લખમણભાઇ પરમાર ઉવ. ૨૯ કમલેશભાઈ રાજાભાઈ ગોગિયા ઉવ. ૨૭ ને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.પકડાયેલા બંને આરોપીઓ હિતેશભાઈ લખમણભાઇ પરમાર તથા કમલેશભાઈ રાજાભાઈ ગોગિયાની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા, થાનગઢ પોલીસ પાસે લૂંટના ગુન્હાની કબુલાત કરેલ છે.
આ આરોપીઓને થાનગઢ કોર્ટમાં રજૂ કરી, દિન ૦૫ ના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવતા, થાનગઢ કોર્ટ દ્વારા બને આરોપીઓના ૦૪ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. આ બને ગુન્હાઓ બાબતે થાનગઢ પોલીસ સબ ઇન્સ. એમ.આર. પલાસ તથા સ્ટાફ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ હાથ ધરેલ છે.