(એજન્સી) તા.૧૫
ઉત્તરપ્રદેશમાં જે રીતે નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ દેખાવો થયા હતા તેનાથી સૌ કોઈ વાકેફ છે. અહીં લોકો વિરુદ્ધ યોગી સરકારની પોલીસે જે રીતે ક્રૂરતા આચરી હતી તેનાથી સૌ કોઈ વાકેફ છે. આ દરમિયાન હવે મહિલાઓએ આ નેતૃત્વનો મોર્ચો સંભાળતાં પોલીસ પણ નરમ પડી છે અને તેનો આતંક ઓછો થયો છે. દિલ્હીના શાહીનબાગમાં મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલાં નાગરિકતા સુધારા કાયદા વિરોધી દેખાવોથી પ્રેરાઈને કાનપુરમાં પણ હવે મહિલાઓએ અનિશ્ચિતકાળ માટે ધરણાં કરવાની જાહેરાત કરી છે. જોકે તેના એક દિવસ પહેલાં જ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં જ મહિલાઓએ આ રીતે દેખાવો કરવાની જાહેરાત કરી હતી. તેઓ દિવસ-રાત દેખાવો કરીને નાગરિકતા સુધારા કાયદો(સીએએ), નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને રદ કરવાની માગણી કરી રહી છે. કાનપુરમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં મોહમ્મદ અલી વિસ્તારમાં ચમનગંજ ખાતે મહિલાઓ માર્ગો પર ઊતરી આવી છે અને અહીં ધરણાં કરી રહી છે. આ વર્કિંગ ક્લાસ અને નીચલી આવક ધરાવતાં વર્ગની બહુમતીવાળો વિસ્તાર છે. અહીં સેંકડોની સંખ્યામાં મહિલાઓ રોડ પર આવી ગઇ છે અને સીપીઆ્રૂએમ)ના પોલિટ બ્યુરો મેમ્બર સુભાષિની અલી અહીં મહિલાઓને સંબોધી રહી છે અને તેમને ટેકો આપી રહી છે. તેમણે સિટીઝન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મહિલાઓ હવે પોતાના ઘર છોડીને સેંકડોની સંખ્યામાં માર્ગો પર આવી રહી છે અને તેમાંથી અનેક મહિલાઓ તો ગરીબ છે. તેઓ પોતાના બાળકો સાથે દેખાવોમાં સામેલ થઇ રહી છે. આ ખરેખર જોરદાર જુસ્સો છે. ખરેખર જોરદાર લાગણી છે. અહીં છોકરીઓ પોતાના સુરક્ષિત ભવિષ્ય માટે આવી છે પરંતુ તેઓ તેમનું અસ્તિત્વ પણ ટકાવી રાખવા માગે છે.
Recent Comments