(એજન્સી) ન્યુયોર્ક, તા.૧૯
કેલિફોર્નિયાના એક દંપતીએ તેમના ૧૩ બાળકોને પોતાના ઘરમાં વર્ષથી સાંકળ સાથે બંધક બનાવી ભૂખ્યા રાખી અત્યાચાર ગુજાર્યો હતો. તેમ પબ્લિક પ્રોસિક્યુટરે આરોપ મૂકી કહ્યું હતું કે એક બાળક ભાગવામાં સફળ થતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આરોપી પિતા ડેવિડ ટુર્પીન (પ૬) અને પત્ની લુઈસ ટુર્પીન (૪૯) સામે બાળકો સાથે દુર્વ્યવહાર અને જીંદગી ખતરામાં મૂકવાનો કેસ દર્જ કરાયો છે. ૧૩ બાળકોને આ દંપતીએ બંધક બનાવ્યા હતા. ભાગી છૂટેલા બાળકને પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. માતા-પિતાએ ૧૩ બાળકોને પલંગ સાથે બાંધીને રાખ્યા હતા. તેમના ઘણા સમયથી ખાવાનું પણ આપતા ન હતા. આવું ઘણા મહિનાઓથી ચાલતું હતું. બાળકોને બાથરૂમમાં જવા માટે પણ બેડીઓ ખોલાતી ન હતી. આ બાળકોની ઉંમર રથી ર૯ વર્ષની હતી. ભાગી છૂટેલા બાળકે પોલીસને સમગ્ર દર્દનાક હકીકત જણાવ્યા બાદ પોલીસે બંધક બાળકોને મુક્ત કરાવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ તેમના માતા-પિતાની સામે કેસ દાખલ કરાયો હતો અને ધરપકડ કરી હતી. ડિસ્ટ્રીક્ટ એટર્ની માઈક હેસ્ટ્રીને જણાવ્યું હતું કે બાળકોને મારઝૂડ કરાતી હતી તેમજ ગળું દબાવી દેવાતું હતું. બાળકોને આખી રાત જાગતા રાખવામાં આવતા હતા તેમજ દિવસે સૂઇ જવા કહેવામાં આવતું હતું. બાળકોને રમકડા રમવાની પણ મંજૂરી ન હતી. બાળકોને સ્નાન કરવા દેવાતું ન હતું તેમજ એક જ વાર ખાવાનું અપાતું હતું. બાળકોને કોઈ બહારની દુનિયા વિશે ખબર નથી કે પોલીસ વિશે પણ જાણ ન હતી. અત્યાચારી માતા-પિતાને જમીન માટે ૧૩ મિલિયન ડોલર ચૂકવવા આદેશ અપાયો હતો. જો ગુનેગાર ઠરશે તો ૯૪ વર્ષની કેદ થશે. લોસ એનજલ્સના પેરિસ ટાઉનમાંથી આ અત્યાચારી માતા-પિતા ઝડપાયા હતા. ૧૭ વર્ષની કેદમાંથી છટકેલી છોકરીએ પોલીસની મદદ લીધી હતી. બાળકોને ૧ વર્ષથી સ્નાન કરવા દીધું ન હતું કે કયારે પણ ડૉક્ટરની મુલાકાત કરાવી ન હતી. આવો અત્યાચાર કરવા છતાં માતા-પિતા પોતે દોષિત તેવું જણાવે છે.