(સંવાદદાતા દ્વારા)
ભરૂચ,તા.૩
હાલ કોરોના મહામારી થી ભરૂચ જિલ્લો ઝઝૂમી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં રૂપિયા ૧૬.૨૧લાખના ખર્ચે અત્યાધુનિક સાધનો વસાવી દઈ સાઉથ આફ્રિકાના એન.આર.આઈ પરિવાર-મિત્ર મંડળે માનવતાની મશાલ પ્રગટાવી છે. સાઉથ આફ્રિકા ના વેન્ડા ખાતે પરિવાર સાથે વસવાટ કરતાં મૂળ ભરૂચના હાજી અબ્દુલ ભાઈ માનવસેવાના કોઈપણ કાર્યમાં હંમેશા તત્પરતા દર્શાવે છે હાલ ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી એ લોકોને ભરડામાં લેતા કફોડી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું આવા કપરા સમયે વર્લ્ડ ભરુચની વ્હોરા ફેડરેશન તેમજ ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ સહિત અનેકવિધ સામાજિક સંસ્થાઓ લોકોની રાહત કામગીરીમાં લાગી ગઈ હતી કોવિડ હોસ્પિટલ ની તાતી જરૂરિયાત હોય પટેલ વૅલ્ફેર હોસ્પિટલ ભરૂચ તેમજ જંબુસરની અલ મહેમુદ જનરલ હોસ્પિટલ અને વલણ હોસ્પિટલ દ્વારા સૂચિત કોરોના હોસ્પિટલો ચાલુ કરવામાં આવી હતી આવા કપરા સમયે હાજી અબ્દુલ્લા ભાઈએ યુનુસભાઇ અમદાવાદી હાજી રસીદ બક્ષ મોહમ્મદ અબ્દુલ કરીમ મૌલાના ઉમરસાબ કોલવણા વાલા ઇફ્તેખારભાઈ સૈયદ તેમજ યાસીન દાદાભાઇ દ્વારા કોવિડ હોસ્પિટલો ને મદદરૂપ થવાના આશયથી જંબુસર મહેમુદ જનરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ મશીન પટેલ વેલ્ફેરહોસ્પિટલ ભરૂચ ખાતે સીટી સ્કેન મશીન વલણ જનરલ હોસ્પિટલ ખાતે બે મલ્ટિપેરા મોનિટર તેમજ કોવિડના ઇન્જેક્શન ઉપરાંત ઇખર કોવિડ કેર સેન્ટર સહિત કુલ જિલ્લામાં ૧૫૦૦પીપીઇ કિટનુ વિતરણ કરાયું હતું જેનો કુલ ખર્ચ ૧૬.૨૧ હાજી અબ્દુલભાઈ તેમજ તેમના પરિવાર-મિત્ર મંડળ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ હોય કે દર્દીઓને સારવાર ની બાબત હોય ભરૂચ જિલ્લાની સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિદેશમાં રહેતા એન.આર.આઇ બંધુઓનું યોગદાન સવિશેષ રહેવા પામ્યું છે ખરેખર સરકાર અને તંત્ર દ્વારા કરવાની કામગીરી આ સંસ્થાઓએ માથે ઉપાડી લીધી હતી તેમ અગ્રણી યુનુસ અમદાવાદી એ જણાવ્યું હતું
Recent Comments