જંબસર, તા.૯
જંબુસર તાલુકાના કાવી ગામના આશાસ્પદ ૨૬ વર્ષીય યુવાન ઈરફાન ઈબ્રાહીમ લીલી વાલા રોજગાર અર્થે પોતાની પત્ની અને બે વર્ષની નાની દીકરીને માદરે વતનમાં મૂકી દક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગયો હતો ત્યાં પોતાના મિત્રોની સાથે હાર્ડવેરની દુકાનમાં પાર્ટનર તરીકે કામ કરતો હતો. પોતાના મિત્ર સાથે માદરે વતન આવવાનો હોય જેથી કોરોનાના નીતિ નિયમો પ્રમાણે ૭૨ કલાક અગાઉ કોરોના ટેસ્ટ કરાવવાનો હોય જેથી ઈરફાન લીલી વાલાએ કોરોના ટેસ્ટ કરાવતા તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તે વતનમાં આવી શક્યો ન હતો અને થોડા જ કલાકોની ગણતરીમાં કોરોનાને કારણે તેનું મરણ થયું હતું. ઘરનો આધારસ્તંભ જવાથી ઘરમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. તેઓ તેમની પાછળ માતા તેમની બે બહેનો અને ધર્મ પત્ની તેમજ બે વર્ષની દીકરીને વિલાપ કરતા મૂકી ગયા હતા. સમગ્ર બનાવની જાણ કાવી ગામે થતા સમગ્ર લીલી વાલા પરિવાર શોકમાં ડૂબી ગયું હતું.
Recent Comments