જોહાનિસબર્ગ,તા.૩૦
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્‌સમેન એબી ડિવિલિયર્સે ખુલાસો કર્યો છે કે, ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)એ તેને રાષ્ટ્રીય ટીમની શાસન સંભાળવાની ઓફર કરી હતી, પરંતુ તે ટીમમાં ત્યારે જ પાછા ફરશે, જ્યારે તે પોતાના ટોચની ફોર્મમાં હશે. વિશ્વના સૌથી ખતરનાક વિસ્ફોટક બેટ્‌સમેનમાંના એબી ડિવિલિયર્સે ૨૦૧૮ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતાં, પરંતુ તેણે નિવૃત્તિ પછી ફરીથી મર્યાદિત ઓવરના ક્રિકેટમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.ડિવિલિયર્સે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે હું ફરીથી દક્ષિણ આફ્રિકા તરફથી રમું અને દક્ષિણ આફ્રિકાએ મને ફરીથી ટીમનું નેતૃત્વ કરવાનું કહ્યું છે. મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે મારે ટોચનો ફોર્મમાં રહેવું પડશે અને સાથે જ મારી સાથે ખેલાડી છે તે કરતા મારે વધુ સારા થવું પડશે.