(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૪
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત રહ્યા છે. વિતેલા ચોવીસ કલાકમાં સુરત, નવસારી, વલસાડ, આહવા ડાંગ અને તાપી જિલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં સોથી વધારે વરસાદ સુરત સીટીમાં સાડા ત્રણ ઈંચ ઝીંકાયો હતો. જેના કારણે શહેરમાં મોટાભાગના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જાકે વરસાદનું જાર નરમ પડવાની સાથે જ રસ્તાઓ પરથી પાણી ઓસરી ગયા હતા. સુરત સીટી ઉપરાંત કાંરેજ, નવસારી, વલસાડમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો ચોર્યાસી, પલસાણા, ચીખલી, જલાલપોર તાલુકામાં ઍક-ઍક ઈંચ વરસાદનું પાણી પડ્યું હતું. સતત ત્રીજા દિવસે પણ વાવણી લાયક વરસાદ પડવાને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખેતીના કામમાં જાતરાય ગયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મોન્સુનનો માહોલ સર્જાયો છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડવાનો યથાવત રહ્યા છે.જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જેવા મળી રહી છે અને તેઓ પોતપોતાના ખેતરોમાં વાવણીના કામમાં જાતરાયા છે. સુરત સીટીમાં ગઈકાલે સવારેથી આજે સવારના છ વાગ્યામાં ૮૬ મી.મી ઍટલે સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તા તેમજ ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જિલ્લા કલેકટર કચેરીઓમાંથી મળતી વિગત મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં બારડોલમાં ૧૮, ચોર્યાસીમાં ૨૪, કામરેજમાં ૫૫, મહુવામાં ૨, માંડવીમાં ૪, માંગરોળમાં ૧૦, ઓલપાડમાં ૧૫, પલસાણામાં ૨૭, સુરત સીટીમાં ૮૩, ઉમરપાડામાં ૪, નવસા્રીમાં ૪૬, ખેરગામમાં ૪, ગણદેવીમાં ૮, ચીખલીમાં ૨૪, જલાલપોરમાં ૨૬, ઉમરગામમાં ૬, ધરમપુરમાં ૭, પારડીમાં ૧૧, વલસાડમાં ૬૦, વાપીમાં ૬, વ્યારામાં ૧૨, વાલોડમાં ૨૬, આહવામાં ૩૫, વઘઈણાં ૭ મી.મી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. જયારે ઉકાઈ ડેમની સપાટી ૩૧૯.૮૭ ફુટ, ઈનફ્લો ૧૧,૪૪૧ અને આઉટ ફ્લો ૬૫૯ ક્યુસેક નોંધાયો હતો.

ચોર્યાસી તાલુકામાં બે ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી સાચી પડી હોય તેમ બે દિવસથી મેઘરાજાઍ તેની તોફાની બેટીંગ શરૂ કરી છે. જે આજે સવારે પણ કન્ટીન્યુ રહેતા શહેરમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. સવારે નોકરી વેપાર ધંધા પર જતા લોકો રેઈન કોર્ટ પહેરીને બહાર નિકળ્યા હતા તો કેટલાકો લોકોને વરસાદથી બચવા માટે ફ્લાયઓવર નીચે ઉભા રહેવાની ફરજ પડી હતી. સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધી સુરત સિટીમાં એક અને ચોર્યાસી તાલુકામાં બે ઈંચ વરસાદ ઝિંકાયો હતો. આ ઉપરાતં જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વહેલી સવારે અખબારના ફેરિયાઓ પણ મુશ્કેલીમાં મૂકાયા હતા અને અખબારો પલડી ન જાય તે માટે પ્લાસ્ટિકબેગની વ્યવસ્થામાં લાગી પડ્યા હતા. બીજી બાજુ એપીએમસીમાં માલનો પુરવઠો ઓછો આવ્યો હોવાથી આજે એકંદરે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો હતો. સુરત જિલ્લા કલેકટર કચેરીના ફ્લડ કંટ્રોલમાંથી મળતી વિગત આજે સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં બારડોલીમાં ૧૨, ચોર્યાસીમાં ૫૨, કામરેજમાં ૯, મહુવામાં ૧૧, માંડવીમાં ૧૧, ઓલપાડમાં ૩, પલસાણામાં ૨૬ અને સુરત સિટીમાં ૨૭ મી.મી વરસાદ પડ્યો હતો.