અમદાવાદ, તા.૧૬
રાજ્યમાં ચોમાસાનો માહોલ છવાયો છે ત્યારે વેધર યોગ્ય ગ્રુપની ઓનલાઈન બેઠક યોજાઈ હતી જેમાં આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના શેવાઈ છે. રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપનો વેબીનાર યોજાયો હતો. રાહત કમિશનર દ્વારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તા.૧૫/૬/૨૦૨૦ સુધીમાં ૯૫.૨૫ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬% છે. રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા, લખપત તાલુકા તેમજ દ્વારકા તાલુકામાં આજદિન સુધી વરસાદ નોંધાયો નથી. અન્ય તમામ તાલુકામાં વરસાદ ૧ મીમીથી લઈ ૨૩૨ મીમી સુધી નોંધાયો છે. IMD દ્વારા PPD‌ રજૂ કરી આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છના કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચાલુ વર્ષે અંદાજિત ૧૩.૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૫/૬/૨૦૨૦ સુધીમાં થયું છે.