નવી દિલ્હી,તા.૧૫
દેશમાં એક તરફ કોરોનાનો કહેર છે ત્યારે દેશમાં ચોમાસાને લઈને સ્કાયમેટ તરફથી આગાહી કરવામાં આવી છે. આગાહીમાં જણાવાયું છે કે કેરળના તટ પર ચોમાસું ૨૮ મે સુધીમાં દસ્તક દેશે. અમુક વિસ્તારોમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે. ૧૬-૧૭મે સુધીમાં ચોમાસું અંડમાન અને નિકોબાર પહોંચે તેવી પણ શક્યતા છે. સારૂં ચોમાસું દેશની ખેતીને લાભ આપનારૂં બને છે. દેશમાં ચોમાસાની દસ્તક પહેલાં અંડમાનમાં થતી. ૧ જૂને કેરળ સુધી આવવાના ૧૦ દિવસ પહેલા ચોમાસું કેરળ પહોંચશે. અંડમાન બાદ લગભગ ૫ દિવસમાં ચોમાસું શ્રીલંકા પહોંચશે. ભારતમાં લગભગ ૧ જૂનથી ચોમાસું દસ્તક આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક વર્ષોમાં ચોમાસાના આગમન અને સમાપનનો સમય બદલાઈ ચૂક્યો છે. તેમાં એક અઠવાડિયાનું અંતર હોઈ શકે છે. આ સમયે પૂર્વી અને મધ્ય ભારતના અનેક ભાગોમાં ૩થી ૭ દિવસનું મોડું ચોમાસું રહેશે. અન્ય તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં પહેલાં આગમન અને સમાપનની તારીખો જાહેર કરવામાં આવી છે.
સ્કાયમેટની આગાહી અનુસાર ચોમાસું આવવામાં જૂનના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. ક્રમાનુસાર મુંબઈમાં જૂનના બીજા અઠવાડિયામાં, ૧૧ જૂન સુધી આવી શકે છે. તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ચોમાસું આ વર્ષે ૩થી ૭ દિવસ પહેલાં એટલે કે અન્ય સીઝન કરતાં મોડું આવવાની શક્યતા છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચોમાસું ૧૫ જુલાઈને બદલે ૮ જુલાઈએ આવી શકે છે. દિલ્હીમાં ૨૩ જૂનને બદલે ૨૭ જૂન સુધીમાં ચોમાસું આવશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું થોડું વધારે ચાલશે એટલે કે ૨૯ સપ્ટેમ્બરને બદલે ૮ ઓક્ટોબર સુધી કાયમ રહેશે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કેરળમાં ચાર દિવસ મોડું આવશે : હવામાન વિભાગ

Recent Comments