ઉના,તા.૧૩
ગીરગઢડા તાલુકાના નાના એવા વાજડી ગામમાં મજુરી કરી પરિવારનું ગુંજરાન ચલાવતા શ્રમિક પરિવારના ત્રણ સુમો બેબીને સરકારે દત્તક લીધેલ હતી અને સામાજીક સંસ્થા પણ આ પરિવારની વહારે આવેલ અને આ વાતને અંદાજે ચાર વર્ષથી વધારે સમય વિતી ગયો હોય હાલ કોરોના મહામારી ચાલી રહી હોય સરકારે આ દત્તક લીધેલ સુમો-બેબીના પરિવારની દરકાર લેવાનું ભુલી ગયેલ હોય અને જે તે વખતે સરકારે વાતો કરી હોવાનો વસવસો સુમો-બેબીના પરિવારમાં જોવા મળી રહ્યો છે.
લોકડાઉનની પરિસ્થિતિમાં આ સુમો-બેબીના ઘરે ટીમ પહોંચી ત્યારે સુમો-બેબીના પિતાની આંખોમાંથી અશ્રૃઓ વહી ગયા હતા. અને જણાવેલ કે આવી વિકટ પરિસ્થિતિમાં સરકતમાંથી કે સરકારનો કોઇ અધિકારી પૂછવા આવ્યાં નથી. ફક્ત સરકારે બીપીએલ કાર્ડ કાઢી તેમની જવાબદારી પુરી કરી હોય તેમ આવા સમયે અમારી પાસે કોઇ આવતું નથી. હાલ આ સુમો-બેબીનું દિનપ્રતિદીન વજન વધતું જાય છે અને દર ત્રણ મહિને અમદાવાદ ચેકઅપ માટે જવાનું હોય છે. પરંતુ અમદાવાદ જવાનું પરવડતુ નથી અને સરકારે દત્તક લીધેલ હોવાથી કોઇ આર્થિક મદદ પણ કરતું નથી. હાલ રમેશભાઇની મોટી પુત્રી અમિષા ૧૧ વર્ષની હોય તેમનું વજન ૫૩ કિલો છે. જ્યારે અમિષા ૯ વર્ષની છે તેમનુ વજન ૭૦ કિલો તથા ૭ વર્ષના પુત્ર હર્ષનું વજન ૩૬ કિલો છે.