(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૪
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પલસાણા પોલીસે દમણમાંથી ઇગ્લીશ દારુના જથ્થાને ગેરકાયદેસર રીતે ગુજરાતના વિવિધ ભાગોમાં વેચાણ સાથે સંકળાયેલા કુખ્યાત બુટલેગર વિનોદ ભૈયાને ઝડપી પાડયો હતો.જેને હાલની કોરોનાની ચેપી મહામારીને ધ્યાને લઇને થોડો દૂર રાખવાનો હોવાથી,પોલીસે તેને દૂરથી જમવાનું આપ્યું હતું.બાદમાં સ્થળ પરના પોલીસ કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા.જેનો લાભ લઇને આ આરોપી પોલીસને ચકમો આપીને પોલીસ મથકમાંથી નાસી છુટયો હતો.જેની જાણ થતાં જ પલસાણા પોલીસ આરોપીની શોધખોળમાં વ્યસ્ત બની ગઇ હતી.પરંતુ તેની આ લખાય રહ્યું છે ત્યાં સુધી કોઇ ભાળ મળવા પામી નથી.આ આરોપી સામે પલસાણા પોલીસ મથકમાં જ પ્રોહિબિશનના ત્રણ જેટલા ગુુનાઓ નોંધાય ચુક્યા છે.