વાપી, તા.ર૩
દમણમાં તારીખ ૨૪ ફેબ્રુઆરી શનિવારના રોજ વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. ત્યારે સંઘપ્રદેશ દમણ અને દીવના અનેક કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦૦૦ કરોડના ૩૬ મોટા પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે. વડાપ્રધાન દમણ અને દીવની વચ્ચે હેલિકોપ્ટર સેવાનો આરંભ કરાવશે . દીવ અને અમદાવાદની વચ્ચે એર ઓડિસા એરફલાઇટનું શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી દમણ, દીવ માત્ર ન્યુ દમણ ન્યુ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત એક હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યો માટે ભૂમિપૂજન કરશે. જેમાં દમણમાં વર્ષોથી ફેમસ દુબઇ માર્કેટ છે. તેને ન્યુ દુબઈ માર્કેટ બનાવીને માર્કેટનું ઉદ્ઘાટન કરશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ., પગપાળા પુલ અને પગદંડી, ઘરોઘરમાં નાગરિકો માટે ગેસલાઈન, વીજ સબ સ્ટેશન, સી ફેસ રોડ, ન્યુ મ્યુનિસિપલ માર્કેટ અને અન્ય યોજનાઓનો તથા આંગણવાડીઅને સરકારી સ્કૂલ નવિનીકરણનું. ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે જગ્યાએ જાહેર સભા છે. જનસભા સભા સ્થળ રિમોર્ટ કંન્ટ્રોલના માધ્યમથી કરશે. અને ખાસ કરીને દમણની મહિલાઓને ઈ-રિક્ષાનુ વિતરણ કરશે જે દમનને મહિલાઓ માટે રોજગારીનો સહારો બનશે આરોગ્ય માટે સ્વાસ્થ્ય વિભાગની પ્રથમ સવારી અને એમ્બ્યુલન્સને લીલીઝંડી બતાવશે. આવાસ યોજનામાં જે પરિવારોના ઘર બનાવી રહ્યા છે બનાવવામાં આવેલ છે તેઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. સાથે સ્વાભિમાન યોજના દિવ્યાંગોને જર્ષ્ઠર્ંી વગેરે વિતરણ કરવામાં આવશે. દમણની પ્રજા અને વહિવટીતંત્ર આઝાદી બાદ પ્રથમવાર આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અને સ્વાગત કરવાની માટે પૂરી તૈયારીમાં લાગી ગયા છે.