(એજન્સી) દરભંગા, તા.ર૭
લોકડાઉનના કારણે બીમાર પિતાને સાયકલ પર પાછળ બેસાડીને હરિયાણાના ગુરૂગ્રામથી બિહારના દરભંગાનું ૧ર૦૦ કિલોમીટરનું અંતર કાપનારી જ્યોતિકુમારીને રાજ્યના ખાદ્ય તેમજ ગ્રાહક મામલાઓના મંત્રી મદન સહની દ્વારા સન્માનિત કરવા દરમિયાન કથિત રીતે સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવાથી વિવાદ ઉત્પન્ન થયો છે. દરભંગા જિલ્લાના ગોરાબરામ વિધાનસભા ક્ષેત્રથી જેડીયુ ધારાસભ્ય તેમજ મંત્રી મદન સહની દ્વારા જ્યોતિને સિંઘવારા પ્રખંડ હેઠળ પૈતૃક ગામ સિરહુલી પહેરી સોમવારે સન્માનિત કરવા અને તે દરમિયાન થયેલી ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિપક્ષે સામાજિક અંતરના નિયમોના ઉલ્લંઘન માટે મંત્રી પર પ્રહાર કરતાં તેમની વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જો કે, મંત્રીની પાર્ટીએ તેની પર આ કહીને ટિપ્પણી કરવાથી ઈન્કાર કરી દીધો કે તે પોતે આ મુદ્દા પર બોલી શકે છે. આ મામલા અંગે મંત્રીની ટિપ્પણી માટે તેમની સાથે વાત કરવા માટે તેઓ ઉપલબ્ધ ન હતા. સહનીએ જયોતિ અને તેના પિતા મોહન પાસવાન સાથે મુલાકાત દરમિયાન તેમને માળા પહેરાવી અને શાલ ઓઢાવી સન્માનિત કરી તેમને પ૦૦૦ રૂપિયા આપ્યા હતા જ્યારે તે તેમને સન્માનિત કરી રહ્યા હતા તે ભીડથી ઘેરાયેલા હતા જેનાથી આ માનવામાં આવી રહ્યું છે કે, મંત્રી મુલાકાત દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા. જો કે, દરભંગા જિલ્લા પ્રશાસનના અધિકારી આ મુદ્દા પર મૌન સાધી રહ્યા છે પરંતુ વિપક્ષી દળ રાજદ અને કોંગ્રેસે મંત્રી પર સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી કાર્યવાહીની માંગ કરી છે.
દરભંગાની જ્યોતિને સન્માનિત કરવા પહોંચેલા મંત્રીએ સોશિયલ ડિસ્ટન્સીંગનું ઉલ્લંઘન કર્યું, વિપક્ષે કાર્યવાહીની માંગ કરી

Recent Comments