(એજન્સી) તા.૯
કર્ણાટકના બેંગ્લુરૂમાં કોરોના વાયસના કેસ વધતા જઈ રહ્યા છે. લક્ષણો વગરના દર્દીઓ અને કોરોના વાયરસના ઓછા ગંભીર દર્દીઓ માટે બેંગ્લુરૂ ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટમાં ૧૦,૧૦૦ બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું છે. ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની અછતને લીધે અહીં રોબોટ તહેનાત કરવામાં આવશે. અહીં રોબોટ્‌સને ટેલી પ્રેઝેન્સના માધ્યમથી બનાવાશે. રોબોટને યુએસથી લાવીને કર્ણાટકમાં એસેમ્બલ કરવામાં આવશે, બુધવોર રોબોટને ડેમો પણ કરાયો હતો.
નોડલ ઓફિસર ડૉ.સીએન મંજૂનાથે જણાવ્યું કે, રોબોટ્‌સનો પ્રયોગ દર્દીઓની સારવારમાં કરાશે તેના માધ્યમથી નિષ્ણાંતો સતત દર્દીઓ સાથે સતત સંપર્કમાં રહી શકશે. ડૉ.મંજૂનાથે જણાવ્યું કે, રોબોટને પાઈલટ પ્રોજેક્ટ હેઠળ જયદેવા કાર્ડિયોવસ્ક્યૂલર સાયન્સ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં લવાશે.
એક રોબોટની કિંમત આશરે ૧૦ લાખથી ૧૧ લાખ રૂપિયા જેટલી છે. એક રોબોટ ૨૦૦ દર્દીઓની સારવારમાં મદદ કરી શકશે. રોબોટ એપ બેઝ્‌ડ પણ કામ કરશે અને લોકો ડૉક્ટર સાથે કન્સલ્ટ કરવા માટે એપ અને મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશે.