(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
શહેરના મજુરાગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દર્દીના સગા સંબંધીઓએ બે મહિલા તબીબો સામે જીભાજોડી કરી તેમની કાયદેસરની ફરજમાં અવરોધો ઉભા કરી ફરાર થઈ જવાનો બનાવ ખટોદરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે સરકારી નોકર ઉપર હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર અભિષેક બંગ્લામાં મહેશકુમાર પ્રભુલાલ વાડેલ રહે છે. તેમણે ખટોદરા પોલીસ મથકમાં નોંધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડાલ. અવનીબેન, ડાલ. ગુંજનબેન, ડાલ. મીતાલીબેન તથા નર્સ દિગ્નાબેન અને નર્સ દિવ્યાબેન પોતાની ફરજ પર હતા. ત્યારે બાળકોના વોર્ડના દર્દી આયશાબેનના સગા માતા સલીમાબેન તથા ખુશી વગેરેઓએ ભેગા મળી તમે સારવાર બરાબર કરતા નથી તેમ જણાવી તબીબોને માર મારી ગાળો બોલી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.