(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧
કોસવાડી પાટિયા પાસે આવેલી તોરલ હોટલ પાસે એક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં વ્રજલાલ ચૌધરી નામના ઈસમને મોઢાના ભાગે તથા શરીરના ભાગે ઈજા થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ૩ઃ૪૫એ કેસ પેપર સાથે ઈમરજન્સીમાં સારવાર માટે પહોંચેલા વ્રજલાલને ફરજ પર હાજર સીએમઓએ પ્રાથમિક સારવાર આપી ઈએનટીમાં રીફર કર્યો હતો. ઈએનટીના તબીબોએ સારવાર આપી સર્જરીમાં રીફર કર્યો હતો. જો કે, સર્જરીની સારવાર પૂર્ણ થયા બાદ તેને ફરીથી ઈએનટીમાં બતાવવા માટે જણાવ્યું હતું. ઓપીડી બંધ થઈ ગઈ હોવાથી વ્રજલાલ ૬ઃ૫૦ સુધીમાં ફરીથી ઈમરજન્સીમાં પહોંચી ગયો હતો. જેથી ફરજ પર હાજર જેતે સીએમઓએ ઈએટીમાં જાણ કરી હતી. જો કે, એક કલાકને સમય વીતી ગયા બાદ પણ ઈએનટીમાંથી કોઈ તબીબ ન આવતા સીએમઓએ ફરીથી ૭ઃ૪૫ એ ઈએનટીમાં રેસિડેન્ડ તબીબને જાણ કરી તપાસ માટે આવવા કહ્યું હતું. પરંતુ જાણે કે બહેરા કાને વાત કહેવામાં આવતી હોય તેમ ફરીથી સીએમોની વાતને ધ્યાને લીધી ન હતી જેથી સીએમઓએ ફરીથી ૮ઃ૦૦ અને ૮ઃ૩૦ એ બે વાર જાણ કરવા છતાં કોઈ તબીબત આવ્યા ન હતા. જેથી દર્દી ભૂખ્યો, તરસ્યો જ ઈમરજન્સી વિભાગમાં બેસી રહ્યો હતો. રાત્રે ૧૦ઃ૩૦ સુધી કોઈ તબીબત ન આવતા આખરે સીએમઓએ ઉપર લેવલે ફરિયાદ કરતા આખરે રાત્રે ૧૦.૪૦ એ ઈએનટી વિભાગમાંથી મહિલા રેસિડન્ટ તબીબત તપાસ માટે આવી હતી. જો કે, ચોંકાવનારી વાત તો એ છે કે, રાત્રે ૧૦ઃ૪૦ એ તપાસ માટે આવનાર ઈએનટીના તબીબે કેસ પેપરમાં ૮ઃ૩૦ નો સમય લખ્યો હતો. હકીકતમાં શુ છે તે જાણવા તંત્ર જો ઈમરજન્સી વિભાગના સીસીટીવી કેમેરા ચેક કરે તો દર્દીની સારવાર માટે ચાલતી લાલિયાવાડી સાથે કેસ પેપરમાં લખવામાં આવતા ટાઈમનો પણ ભાંડો ફૂટી શકે તેમ છે. ઉલ્લેખનીય છ ેક આવરનવાર આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ જવાબદાર અધિકારીઓ આંખ આડે કાન કરતા હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ છે જ્યારે રેસિડેન્ટ તબીબોને છુટ્ટો દોર મળે છે.