(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દેશ નિકાલ ધાર્મિક નેતા દલાઈ લામાનો દિલ્હી ખાતેનો કાર્યક્રમ રદ કરાયો છે. સરકારે વરિષ્ઠ નેતાઓ અને સરકારી કર્મચારીઓને દલાઈ લામાના ૬૦ વર્ષના દેશ નિકાલની ઉજવણીથી દૂર રહેવા સલાહ આપી હતી. તિબેટ સરકારે દલાઈ લામાને દેશમાંથી હાંકી કાઢયા હતા. બીજો કાર્યક્રમ હિમાચલપ્રદેશના ધર્મશાળા ખાતે લઈ જવાયો છે. માર્ચ-૩૧ના દિવસે ગાંધી સમાધિ પાસે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. જ્યારે એપ્રિલ ૧ના રોજ થેન્ક યુ ઈન્ડિયા કાર્યક્રમ ત્યાગરાજ સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ ખાતે યોજાનાર હતો. સેન્ટ્રલ તિબેટીયન તંત્રએ આ વાતને સમર્થન આપ્યું હતું. રાજઘાટ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા રદ કરાઈ હતી. બીજો કાર્યક્રમ ધર્મશાળા ખાતે ખસેડાયો હતો. સોનમ ડેગયોએ કહ્યું કે ભારતે તિબેટીયન શરણાર્થીઓને શરણ આપી છે તેથી વધુ કંઈ કહેવાયુું નથી. વિદેશ સચિવ ગોખલેએ કેબિનેટ સચિવને પત્ર લખી જણાવ્યું હતું કે, ચીન-ભારતના સંબંધોને જોતાં વર્તમાન સમય ખરાબ છે તેથી કાર્યક્રમ યોજવો યોગ્ય નથી. દલાઈ લામાના ૬૦મા દેશ નિકાલની ઉજવણીમાં ઘણા બધા નેતાઓ ભાગ લેનાર હતા.