(એજન્સી) નવી દિલ્હી, તા.૬
કોંગ્રેસ નવ એપ્રિલના રોજ રાષ્ટ્રવ્યાપી ઉપવાસ કરશે. આ ઉપવાસ દ્વારા કોંગ્રેસ દેશમાં સાંપ્રદાયિક સદભાવની સુરક્ષા અને તેને પ્રોત્સાહન આપવાની વાત કહી રહી છે. ભારત બંધ દરમિયાન હિંસાના વિરોધમાં આ ઉપવાસ રાખવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, એસસી/એસટી એકટ મામલે વિરોધ પ્રદર્શન દરમિયાન દસ લોકોનાં મોત થયા હતા. આ મામલે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યો હતો. જ્યારે વડાપ્રધાન મોદી બજેટ સત્ર ન ચાલવાને લઈ ખૂબ જ નિરાશ દેખાયા હતા અને વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો બજેટ સત્ર પૂરું નહીં થાય તો સંસદ ભવનની બહાર ભાજપ નેતા પ્રદર્શન કરશે. એ જ નહીં બધા ભાજપ સાંસદ ૧ર એપ્રિલના રોજ સંસદ ન ચાલવા દેવાને લઈ બાર એપ્રિલના રોજ ઉપવાસ રાખશે. ભારત બંધ વખતે આશરે દસ લોકોનાં મોત થયા હતા જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. દેશભરમાં દલિતોએ એસસી/એસટી એકટ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈ સૌથી વધુ ટ્રેનોને અસર થઈ હતી. ભારત બંધની ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી હતી.