(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
વાઘોડિયામાં આદિવાસીઓ માટે કાર્યરત સરકારી સંસ્થાઓમાં દલીતો સાથે અછુત જેવો વ્યવહારનાં કેસમાં પોલીસે આરોપી દંપતિ નિતાબેન પરીખ અને જયેશભાઇ પરીખની આજે સાંજે ધરપકડ કરી છે. ઓલ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડ્રાયવીંગ ટેકનીકલ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટરની કેન્ટીનનાં કોન્ટ્રાકટર દંપતિએ દલીતોને કેન્ટીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે અંગેનો વિડીયો વાયરલ થતા આ દંપતિ સામે વાઘોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. મહિલા સફાઇ કર્મચારી નિરૂબેન હસમુખભાઇ ગત તા.૫ ઓકટોબરે અન્ય સફાઇ કર્મચારીઓ સાથે નોકરી પર હતા ત્યારે એક મહિના પહેલા જ જોડાયેલા રજનીકાંત રોહિતને તેમને હું ઘરેથી રોટલી લાવી છું. તું કેન્ટીનમાંથી જઇને સબ્જી લઇ આવ તેવું કહ્યું હતું. રજનીકાંત કેન્ટીનમાં જતાં રસોઇયા રાજમણી મંગળપ્રસાદ ચતુર્વેદીએ તેને કેન્ટીનમાં આવવું નહીં તેમ જણાવી તને જે જોઇએ તે બહારથી જ માંગી લેવું એમ કહી જાતિ વિરૂદ્ધ શબ્દો બોલ્યા હતા અને શાક પણ આપ્યું ન હતું.
બાદમાં દશેરાના દિવસે પણ નિતાબેન અને તેમના પતિએ તમારી જ્ઞાતિના માણસો કેન્ટીનમાં આવવા ન જોઇએ તેમ કહીં જ્ઞાતિ વિરૂદ્ધના શબ્દો ઉચ્ચાર્યા હતા. તે અંગેનો મોબાઇલથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો. જે વીડિયો વાયરલ થતા વાલ્મીકી સમાજના આગેવાનોએ આજે કલેકટરને આવેદન પત્ર આપી કોન્ટ્રાકટ દંપતિ અને રસોઇયા સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરી હતી. જેને પગલે પોલીસે કોન્ટ્રાકટ દંપતિ અને રસોઇયા સામે એટ્રોસીટીનો ગુનો નોંધી દંપતિની ધરપકડ કરી હતી અને જ્યારે રસોઇયો ભુર્ગભ ઉતરી ગયો છે.
દલિતોને કેન્ટીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકનાર દંપતિની ધરપકડ કરાઈ

Recent Comments