(એજ્નસી)
નવી દિલ્હી, તા. ૨૪
સમગ્ર દેશભરમાં દલિતોની સામે રોજિંદા ધોરણે જુલમ-અત્યાચાર થઈ રહ્યાં છે ત્યારે સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. એનડીએ શાસિત રાજ્યોમાં એસટી,એસટી જુલમ અટકાવ કાયદાનો યોગ્ય રીતે અમલ થતો નથી તો કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ પણ બંધારણ પર અશોભનયી ટીપ્પણી કરીને આ વિવાદમાં વધારો જ કર્યો છે. હેગડેએ તો દલિતોને કૂતરા તરીકે ઓળખાવી દીધા. પોલીસ પણ વગદાર આરોપીઓની સામે પગલાં ભરતાં અચકાઈ રહી છે. દલિતો પર હુમલાઓ કરનાર મોટેભાગ ઉપલી જાતિઓના હોય છે. આરોપીઓ સામે પગલાં ભરવા કે કાર્યવાહી કરવાને બદલે ઉલટું પોલીસે પીડિતોની સામે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી રહી છે. એનડીએ શાસિત રાજ્યોમાં તો આવું ખાસ બની રહ્યું છે. એક બાજુ વડાપ્રધાન કાર્યાલય તેમને છાવરી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલત તથા ટોચના રાજકીય નેતાઓ ભીમા કોરેગાંવ હિંસાના આરોપી ભીંડે અને હિન્દુવાદી નેતા મિલિન્દ એકબોતેની છાવરી રહ્યાં તેવા પણ આક્ષેપો થઈ રહ્યાં છે. પૂણે કોર્ટે આ બન્ને કથિત આરોપીઓના જામીન નામંજૂર કરી દીધાં હતા. આંધ્રપ્રદેશમાં પણ દલિતો લગાતાર નિશાન બની રહ્યાં છે. દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ અનંત કુમાર હેગડેને તેમના કેબિનેટમાંથી પડતા મૂકવા જોઈએ. તેમણે કહ્યું કે હેગડેએ દલિત સમૂદાયની ભાવનાને ઠેસ પહોંચાડી હોવાથી તેમને કેબિનેટમાં રહેવાનો કોઈ અધિકાર નથી. વડાપ્રધાન મોદી તાત્કાલિક ધોરણે હેગડેને કેબિનેટમાંથી પડતા મૂકે તેવી અમારી માંગણી છે. એક પ્રેસ સ્ટેટમેન્ટમાં મેવાણીએ કહ્યું કે મંત્રીએ દલિત સમૂદાયનું અપમાન કર્યું છે. આ વાત સાબિત કરે છે કે સંઘ પરિવારની દુષ્ટ માનસિકતા તથા સંઘ પરિવારમાં દલિતો માટે કોઈ સ્થા નથી. ૨૦૧૪ માં ભાજપ સત્તા પર આવી ત્યારથી દેશમાં દલિત સમૂદાયની સામે હુમલાઓમાં વધારો થઈ રહ્યો છે. આ ઘટનાઓ તો ફક્ત મુઠ્ઠીભર છે દલિત સમૂદાયની સામે નફરતની ઘટનાઓ ત્યારથી વધારો થયો છે કે જ્યારથી દેશમા મોદીની આગેવાની હેઠળ એનડીએ સરકાર સત્તા પર આવી છે.